રાજકોટ: ગોંડલ સબ જેલમાં નિખિલ દોંગા ગેંગને જલસા કરાવનાર જેલર સામે GUJCTOCની ફરિયાદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, ડિસેમ્બર 2020  |   4950

રાજકોટ-

ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમાર વિરુધ્ધ GUJCTOC હેઠળ ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલના જેલર ડી કે પરમાર દ્વારા કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલને જલસા જેલ બનાવી આપવામાં આવી હોવાની માહિતી સામે આવતા નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

બાદમાં જેલર ડી.કે.પરમારનું નામ પણ ખુલતા તેની ધરપકડ કરી વધુ રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાયા હતા જે પૂછપરછ દરમિયાન જેલરની મુખ્ય ભૂમિકા સામે આવતા આજે પોલીસે જેલર ડીકે પરમાર સામે પણ GUJCTOC હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે નિખિલ ગેંગના 12 ઉપરાંત હવે 13માં આરોપી તરીકે જેલર ડી.કે.પરમારની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી GUJCTOC હેઠળ 7દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેલર ની પૂછપરછ દરમિયાન જેલના અન્ય કોઈ સાથી કર્મચારીઓની ભૂમિકા છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution