સોનમ વાંગચુકની પત્નીની માગણીને ફગાવતાં કોર્ટે કહ્યું- સરકારનો ર્નિણય ગેરકાનૂની નથી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુલાઈ 2026  |   5841

દિલ્હી હાઈકોર્ટે વાંગચુકની પત્ની ગીતાંજલિ અંગમોની અરજી પર કોઈ વચગાળાની રાહત આપી નથી. કોર્ટે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકને પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની અરજીને ફગાવી દીધી છે.

જસ્ટિસ મિની પુષ્કર્ણાની કોર્ટે સ્પષ્ટ કર્યું કે વાંગચુકના કથળતા આરોગ્યને જાેતા તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો સરકારનો ર્નિણય કોઈપણ રીતે મનસ્વી કે ગેરકાનૂની નથી.જ્યારે કોઈ સામાજિક કાર્યકર્તા જનહિતના મુદ્દે અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરે છે, ત્યારે તેમના સ્વાસ્થ્યની જવાબદારી કોની બને છે? શું સરકાર તેમની મરજી વિરુદ્ધ તેમને હોસ્પિટલમાં દાખલ કરી શકે? આવા જ કેટલાક જટિલ કાનૂની અને નૈતિક સવાલો વચ્ચે, દિલ્હી હાઈકોર્ટે રવિવારે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી તાત્કાલિક ડિસ્ચાર્જ આપવાનો ઇનકાર કરી દીધો છે.

કોર્ટે નોંધ્યું હતું કે સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર ડોક્ટરો સતત દેખરેખ રાખી રહ્યા છે. આ સ્થિતિમાં, તેમના શારીરિક સ્વાયત્તતાના અધિકારનું કોઈ ઉલ્લંઘન થયું નથી. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું, કે સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, સરકારે વાંગચુકના સ્વાસ્થ્યને કારણે જ તેમને હોસ્પિટલમાં ખસેડવાનો ર્નિણય લીધો છે, તેથી આ કોર્ટ તેને કોઈ મનસ્વી પગલું માનતી નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution