સંબંધો શર્મશાર: જીજાજી અને સાળીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો, જીજાએ સાળીને કહ્યું મને ખુશ કરી દે અને પછી..

અમદાવાદ-

શહેરના અતિધનાઢ્ય ગણાતા વિસ્તાર વાસણામાં જીજાજી અને સાળીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. આ અંગેની પોલીસ ફરિયાદ પણ દાખલ થઇ હતી. જીજાએ પોતાની જ સાળીને વોટ્‌સએપમાં બિભત્સ મેસેજ કરતા વિવાદ થયો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેના પગલે પોલીસે બનેની વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરીને તપાસ આદરી હતી. વાસણામાં રહેતી એક પરિણીત યુવતી સામે વાસણા પોલીસ સ્ટેશનમાં તેની જ બહેને ફરિયાદ દાખલ કરાવતા ચકચાર મચી ગઇ હતી. યુવતીએ પોતાના જ જીજાજી પર છેડતીના આક્ષેપો કરતી અરજી કરી હતી. યુવતીનો આક્ષેપ હતો કે તેના જીજાજીએ તેને મેસેજ મોકલ્યા હતા. જે મુદ્દે જીજાજીના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે યુવતી કે જે અલગ અલગ રાજકીય પાર્ટી સાથે પણ જાેડાયેલી છે અને અલગ અલગ રાજકીય કાર્યક્રમોમાં પણ જાેવા મળે છે અને પોતે સમાજસેવી હોવાનો દાવો કરે છે તેના જીજાજી તથા બહેન સાથે ઝપાઝપી કરીને ધમકી આપી હતી. યુવતીનો આક્રોશ હતો કે તેના જીજાજી સતત તેને મેસેજ કરીને પરેશાન કરી છે. પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ નથી થઇ રહી. જેના કારણે પોલીસ સ્ટેશનમાં જ જપાજપી કરતા પોલીસે ફરિયાદી યુવતી સામે જ ફરિયાદ દાખલ કરીને તેની સામે મારામારી, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જેના પગલે હવે જીજાે અને સાળી બંન્નેની ધરપકડ થઇ ચુકી છે. હાલ બંન્ને જેલની હવા ખાઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ યુવતીના અનેક નેતાઓ સાથે ફોટા પણ જાેવા મળે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution