/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

મોડાસા પંથકમાં ધોધમાર વરસાદથી જળાશયો છલકાયાં :નદીઓ ગાંડીતૂર

અરવલ્લી,ભિલોડા : ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના કારણે રવિવારે રાત્રીએ મોડાસા,ભિલોડા પંથકમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી.રવિવારે વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં સાવર્ત્રિક વરસાદી માહોલ સર્જાયો હતો.મોડાસામાં થોડા કલાકોના વિરામ બાદ વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. ત્યારબાદ થોડાક સમયબાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ટૂટી પડ્યો હતો મેઘરાજાએ ધબધબાટી બોલાવતા નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ફરી વળતા તળાવમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા મોડાસા શહેરમાં રવિવારે સવારે ધોધમાર વરસાદ ખાબકતા ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લામાં જળાશયોમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો ભિલોડા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે હાથમતી અને બુઢેલી નદી બે કાંઠે વહેતા ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં વધુ એક વાર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ,માલપુર,બાયડ, ધનસુરા,શામળાજી પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું હતું. મોડાસા તાલુકાના દધાલિયા સહીત ૧૦ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા માર્ગો પરથી નદીઓ વહેતી હોય તેવો ઘાટ સર્જાયો હતો અનાધાર વરસાદના પગલે ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોની હાલત કફોડી બની છે ખેતી કોહવાઈ જવાની દહેશતથી ખેડૂતો ચિંતિત બન્યા હતા.અરવલ્લી જિલ્લામાં ૧૮ કલાકથી પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે જિલ્લાના માઝુમ,વાત્રક,વૈડી અને મેશ્વો ડેમમાં નવા નીરની અવાક થઇ રહી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution