લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2026 |
2079
કોરોના મહામારી દરમિયાન પોતાની ફરજ બજાવતા સંક્રમિત થઈને અવસાન પામેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના ૧૧૫ કર્મચારીઓના પરિવારો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ર્નિણય અમલમાં મૂક્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મૃતક કર્મચારીઓના પરિવારજનોને પ્રતિ પરિવાર રૂ. ૨૫ લાખની આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં જાહેર પરિવહન વ્યવસ્થા અવિરત ચાલુ રાખવા પોતાના જીવના જાેખમે સેવા આપનારા કર્મચારીઓના યોગદાનને રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ તરીકે સન્માન આપતાં આ વિશેષ સહાય મંજૂર કરી છે.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકારમાં સામાન્ય રીતે તમામ ર્નિણયો કાયદાકીય જાેગવાઈઓ અને વહીવટી નિયમોને આધારે લેવાતા હોય છે. પરંતુ ય્જીઇ્ઝ્રના કર્મચારીઓના બલિદાનને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર નિયમોની ચોપડીઓ નહીં, પરંતુ માનવતા અને સંવેદનાને પ્રાથમિકતા આપીને ‘દિલથી’ ર્નિણય કર્યો છે. તેમણે કહ્યું કે, નિગમના કર્મચારીઓને આવી સહાય આપવાનો વિષય કાયદાકીય રીતે સરળ ન હતો, છતાં સરકાર માનવતાના અભિગમ સાથે આગળ આવી અને ખાસ કિસ્સા તરીકે સહાય મંજૂર કરી.
હર્ષ સંઘવીએ કોરોના મહામારીના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉન લાગુ હતું અને લોકો પોતાના ઘરમાં સુરક્ષિત રહેતા હતા, ત્યારે એસટીના ડ્રાઇવર, કંડક્ટર, ક્લાર્ક, મેનેજર અને અન્ય કર્મચારીઓએ પોતાની તથા પોતાના પરિવારની ચિંતા કર્યા વિના સતત ફરજ બજાવી હતી. હોસ્પિટલો, આવશ્યક સેવાઓ અને વિવિધ વિસ્તારોમાં લોકોની અવરજવર સુનિશ્ચિત કરવામાં સેવાઓ અત્યંત મહત્વપૂર્ણ રહી હતી. અનેક કર્મચારીઓ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થયા અને કેટલાકે પોતાનો જીવ ગુમાવ્યો. તેમના આ ત્યાગ અને સમર્પણને રાજ્ય સરકાર ક્યારેય ભૂલી શકે તેમ નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોતાના પરિવારના સભ્યને ગુમાવનાર પરિવારોની ખોટ કોઈ પણ પ્રકારની આર્થિક સહાયથી પૂરી થઈ શકે તેમ નથી.