મેટ્રો સ્ટેશનોનો ૪૦ કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓક્ટોબર 2026  |   2376

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિલકત વેરા વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સામાન્ય કરદાતા પાસેથી રૂ. ૨૫ હજારથી રૂ. ૫૦ હજારનો મિલકત વેરો બાકી હોય તો નોટિસ આપવા અને જરૂર પડે તો મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા મેટ્રો સ્ટેશનો અને સંબંધિત મિલકતોનો અંદાજે રૂ. ૪૦ કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવા છતાં તેની વસૂલાત અટવાઈ છે. એએમસી દ્વારા મેટ્રોની મિલકતો પર વપરાશનું ફેક્ટર-૭ લાગુ કરવામાં આવતાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સાથે વિવાદ ઊભો થયો છે. આ મામલો લાંબા સમયથી કાનૂની પ્રક્રિયામાં હોવાથી કરોડો રૂપિયાની વસૂલાતનો પ્રશ્ન યથાવત્ છે.

એએમસીના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા શહેરના સામાન્ય મિલકતધારકો પાસેથી બાકી વેરો વસૂલવા નોટિસ, દંડાત્મક કાર્યવાહી અને મિલકત સીલ કરવા જેવા પગલાં લેવામાં આવે છે. જાેકે, મેટ્રો સ્ટેશનોનો કરોડો રૂપિયાનો વેરો બાકી હોવા છતાં તેની વસૂલાત થઈ શકતી નથી. આ સ્થિતિને કારણે કરવેરાની વસૂલાતમાં સમાનતા જળવાય છે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. એએમસીઅને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન વચ્ચે મિલકત વેરાની ગણતરી અને વસૂલાતને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. છસ્ઝ્ર દ્વારા મેટ્રોની વિવિધ મિલકતો પર વપરાશનું ફેક્ટર-૭ લાગુ કરવામાં આવ્યું છે. તેના કારણે મિલકત વેરાની રકમમાં મોટો વધારો થતાં મેટ્રો સત્તાવાળાઓએ આ વેરા સામે વાંધો ઉઠાવ્યો છે. પરિણામે, બંને સંસ્થાઓ વચ્ચેનો વિવાદ કાનૂની પ્રક્રિયામાં અટવાયો છે અને કોર્પોરેશનને બાકી રકમ વસૂલવામાં મુશ્કેલી પડી રહી છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનું કહેવું છે કે મેટ્રો જાહેર પરિવહન માટેનો પ્રોજેક્ટ છે અને તેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર બંનેની ભાગીદારી છે. આથી મેટ્રોની મિલકતોને મિલકત વેરામાં વિશેષ રાહત મળવી જાેઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ, એએમસી દ્વારા મેટ્રો સ્ટેશનો અને સંબંધિત મિલકતો પર વેરો લાગુ કરવામાં આવ્યો છે. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે કાયદાકીય વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. અગાઉ બાકી મિલકત વેરાની વસૂલાત માટે છસ્ઝ્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે ગુજરાત હાઈકોર્ટમાં પણ મામલો પહોંચ્યો હતો. હાઈકોર્ટે આ મુદ્દે કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરીને નિયમો અનુસાર યોગ્ય નિકાલ કરવા આદેશ આપ્યો હતો. જાેકે, વપરાશનું ફેક્ટર-૭ લાગુ કરવાના મુદ્દે વિવાદ યથાવત્ રહેતાં અંદાજે રૂ. ૪૦ કરોડની વસૂલાતનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. આ સ્થિતિમાં મેટ્રો મિલકતો પર લાગુ કરાયેલા વેરાની ગણતરી અને તેની કાયદેસરતા અંગેનો વિવાદ ઉકેલવો જરૂરી બન્યો છે.

કયા મેટ્રો સ્ટેશનનો કેટલો વેરો બાકી?

આપવામાં આવેલી વિગતો મુજબ, મેટ્રોની વિવિધ મિલકતોમાં સૌથી વધુ બાકી વેરો એપરલ પાર્ક ડેપો વર્કશોપનો રૂ. ૪,૩૯,૫૩,૬૩૫ છે. ત્યારબાદ મેટ્રો યુનિવર્સિટી સ્ટેશનનો રૂ. ૩,૧૬,૫૫,૨૯૪, ઓલ્ડ હાઈકોર્ટ સ્ટેશનનો રૂ. ૨,૯૧,૭૦,૬૪૦ અને એપરલ પાર્ક ડેપો ઓફિસનો રૂ. ૨,૫૩,૫૬,૦૬૦ વેરો બાકી છે. કાલુપુર મેટ્રો સ્ટેશનનો રૂ. ૨,૩૮,૦૭,૬૨૪ અને ગાંધીગ્રામ મેટ્રો સ્ટેશનનો રૂ. ૨,૪૪,૦૬,૭૪૭ વેરો વસૂલવાનો બાકી છે. ઉસ્માનપુરા સ્ટેશનનો રૂ. ૧,૮૮,૭૫,૫૮૫, ગુરુકૂળ સ્ટેશનનો રૂ. ૧,૮૮,૩૩,૩૫૨ અને વાડજ સ્ટેશનનો રૂ. ૧,૮૬,૭૦,૩૨૬ વેરો બાકી છે. આ ઉપરાંત કોમર્સ સિક્સ રોડ ઓફિસ, એસ.પી. સ્ટેડિયમ, પાલડી, એપીએમસી, થલતેજ, દૂરદર્શન કેન્દ્ર, ગ્યાસપુર વર્કશોપ અને જીવરાજપાર્ક મેટ્રો સ્ટેશનની મિલકતો પર પણ લાખોથી કરોડો રૂપિયા સુધીનો વેરો બાકી છે. આ આંકડા દર્શાવે છે કે મેટ્રોની વિવિધ મિલકતો પર મોટી રકમ વસૂલવાની બાકી છે. હવે આ કાનૂની વિવાદનો ઉકેલ ક્યારે આવે છે અને છસ્ઝ્રને બાકી વેરાની વસૂલાતમાં ક્યારે સફળતા મળે છે તેના પર સૌની નજર રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution