લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, સપ્ટેમ્બર 2026 |
5841
ગત દશકમાં વર્ષ ૨૦૧૫મા અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી ના યોજાયેલ પદવીદાન સમારોહમાં પૂર્વ રાજ્યપાલ અને કુલાધિપતિ દ્વારા સરકારી યુનિવર્સિટીમાં પ્રારંભ થયેલ રાજકીય પૃષ્ઠભૂમિ અને ખાનગી યુનિવર્સિટીઓ ના વ્યાપના કારણે વકરતુ શિક્ષણ ના વ્યાપારીકરણ પર ચિંતા વ્યક્ત કરેલ જે હાલમાં યુનિવર્સિટી દ્વારા ચાર માસ પૂર્વે આણંદ લો કોલેજના આચાર્ય ની સ્થગિત નિમણુંક ને પુન: બહાલી આપી નિમણુંક કરાતાં યથાર્થ ઠરી રહ્યાની ચર્ચા યુનિવર્સિટી કેમ્પસમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર ગત મે માસમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આણંદ લો કોલેજના આચાર્ય રેખા સિંધ ની નિમણુંક પર તેઓએ બી.એ.મા ૪૨.૭૫% દર્શાવતા નિમણુંક સ્થગિત કરવામાં આવતાં વિવાદ ઉઠવા પામ્યો હતો.જે બાદ ગત જુલાઈમાં યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં રેખા સિંધ ના બીએ હોય કે એસવાયબીએ માં માઇનોર માર્કસ હોવા ઉપરાંત તેઓના હંગામી ચાર વર્ષના અનુભવ ને ગણતરીને ધ્યાનમાં લઇ વાસ્તવમાં નિયમ મુજબ પંદર વર્ષ નો અનુભવ જરૂરી જે પૂર્ણ ન થતો હોય છતાં રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા હોય ની ચર્ચા વચ્ચે પુન: આચાર્ય પદે નિમણૂક કરવામાં આવતાં યુનિવર્સિટી માં ખળભળાટ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષ ૨૦૧૫મા યુનિવર્સિટી ના યોજાયેલ પદવીદાન સમારોહમાં પૂર્વ રાજ્યપાલ અને કુલાધિપતિ કોહલીએ સરકારી યુનિવર્સિટીમાં રાજકીય હસ્તક્ષેપ તથા ખાનગી યુનિવર્સિટીઓ ના વધતા વ્યાપ પર શિક્ષણ નું વ્યાપારીકરણ થઇ રહ્યાની ચિંતા વ્યક્ત કરી હતી.જે સરદાર પટેલ યુનિવર્સિટી માં છેલ્લા દશક દરમ્યાન રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતાને નિયમો ના છેદ ઉડાડી શીરપાવ આપવામાં આવી રહ્યા છે.જે ઉપરાંત યુનિવર્સિટી રાજકીય પક્ષ નું કેન્દ્ર બની રહ્યા ની પણ સમયાંતરે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હોય પૂર્વ રાજ્યપાલ ની ચિંતા યથાર્થ ઠરી રહ્યાની ચર્ચા યુનિવર્સિટી કેમ્પસમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.