14 વર્ષની સગીરાને ખેતરમાં લઈ જઈ વિધર્મી યુવાન દ્વારા દુષ્કર્મ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, નવેમ્બર 2020  |   2970

વાઘોડિયા : વાઘોડીયા તાલુકાના ફલોડ ગામે ૧૪ વર્ષની સગીરાને ગામનો વિઘર્મી યુવાને રાત્રે ઊઠાડી લઈ જઈ ખેતરમા બળાત્કાર ગુજારતા તાલુકામા ચકચાર મચી છે. ફલોડ ગામમાં એક પરિવારની ૧૪ વર્ષની સગીરાને ગામમાંજ રહેતો સદ્દામ સતારભાઈ મન્સૂરી (૨૨) રહે. ફલોડ, તા. વાઘોડિયા, જી. વડોદરા ઠે. મન્સુરી ફળીયામા રહેતા યુવાને સગીરાને રાત્રે તેના ઘરે જઈ ઊંઘમાંથી ઊઠાડી ઘર પાછળ આવેલા ખેતરમા લઈ જઈ મોંઢુ દબાવી બાળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ફરીઆદ વાઘોડિયા પોલીસ મથકે નોંધાઈ છે. બાળાત્કાર ગુજાર્યા બાદ સગીરાને આ વાત કોઈને કહીશ નહીં તેવી ધાક ધમકી યુવકે સગીરા પર બળાત્કાર ગુજારી ભાગી ગયો હતો. ભોગ બનનાર સગીરા સાથે પરિવારે વાઘોડિયા પોલીસ મથકે ગામના સદ્દામ મન્સુરી વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે સદ્દામને ઝડપી પાડી કોરોના ચેકઅપ કરવ્યુ છે. કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા પોલીસ આરોપીની ધરપકડ કરશે. હાલ આરોપી કોરેન્ટાઈન કરવામા આવ્યો છે. સગીરા પોતાની દાદી સાથે ઘરમા સુતી હતી તે વખતે રાત્રીના લગભગ ૧૧.૩૦ વાગ્યાની આસપાસ આયુવકે ખેતરમા લઈ જઈ તેની પર અમાનુષી બળાત્કાર ગુજાર્યો હતો.મધરાત્રીએ સગીરાના પિતાને ઘરમા પોતાની સગીરવયનીદિકરી નહિ જણાતા તેના પિતાએ પત્ની તથા ઘરના સભ્યોને પૂછતા સગીરા ઘરની આસપાસ મળી આવેલ નહિ, જેથી પિતાએ કાકાને ઉઠાડી શોધખોળ કરતા સગીરા મળી આવી ન હતી. આશરે મળસ્કે પાંચેક વાગ્યાની આસપાસ ગામના વ્યક્તીએ પરિવારને તેમની સગીરવયની દિકરી ખેતરમાં એકલી જોયા અંગેની માહિતી આપતા પરિવારે ખેતરમાં તપાસ કરતા તેમની સગીરવયની દિકરી મળી આવેલ અને તેને પૂછતાં જણાવેલ કે ગામનો સદ્દામ મન્સૂરી મને ધાક ધમકી આપી મારી સાથે દુષ્કર્મ આચર્યુ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution