પરવત પાટિયા વિસ્તારની લા‘મોર હોટલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુલાઈ 2026  |   2475

પરવત પાટીયા વિસ્તારનાં સ્વપ્ન સૃષ્ટિ કોમ્પલેક્ષમાં હોટલ લા‘મોર માં ચાલતાં કૂટણખાનાનો એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પર્દાફાશ કરાયો છે. પોલીસે સંચાલક તથા ત્રાહકને પકડી ત્રણ લલનાઓ મુક્ત કરાવવા સાથે માલિક અને ત્રણ દલાલોને વોન્ટેડ જાહેર કર્યા છે. એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પાસે મળતી માહિતી અનુસાર હોટેલ તથા સ્પા ઓથે ચાલતાં સેક્સ રેકેટ અંગે માહિતી મેળવી કાર્યવાહી કરવા માટે ઇન્સપેક્ટર એમ. બી. શેરગીલે સ્ટાફને કામે લગાવ્યો છે. આ દરમિયાન એવી બાતમી મળી હતી કે, પરવત પાટીયા વિસ્તારમાં આવેલી સ્વપ્ન સૃષ્ટી કોમ્પલેક્ષના ત્રીજા માળે કાર્યરત હોટેલમાં કૂટણખાનું ચલાવાઇ રહ્યું છે. ખાનગી રાહે તપાસ કરાતાં હોટલ લા‘મોર માં આ ગોરખ ધંધો ચાલી રહ્યો હોવાનું કન્ફર્મ થયું હતું. ત્યારબાદ એએચટીયુ દ્વારા આ હોટેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં કરાયેલી તપાસમાં માલિક અજયગીરી અશોકગીરી મેઘના પોતાની હોટલમાં સંચાલક તરીકે સાગરભાઇ અશોકભાઇ પાડવીને રાખી બહારથી લલનાઓ બોલાવી સેક્સ રેકેટ ચલાવતો હતો. અહીં પૈસા ચૂકવી શરીર સુખ માણવા ઇચ્છુક શોખીનોને શોધી લાવવાનું કામ ઓમ રામકરણ દ્વિવેદી તથા સમીર અંસારી અને આસિફ અંસારી કરી રહ્યા હતાં.

પોલીસે સંચાલક સાગર પાડવીને સાથે રાખી તપાસ કરી ત્યારે હોટેલમાંથી બે લલનાઓ મળી આવી હતી. તેમની સાથે મહેશ નાનજીભાઇ પટેલ (રહે, શાંતિનિકેતન સોસાયટી, બોરડા ફાર્મની બાજુમાં, પુણાગામ)ને પકડી લેવાયો હતો. ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૭ તેમજ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલમ-૧૪૪(૨), ૫૪ મુજબ ગુનો નોંધી પોલીસે હોટેલ માલિક અજયગીરી અશોકગીરી મેઘનાથી તથા દલાલો ઓમ રામકરણ દ્વિવેદી, સમીર અંસારી અને આસીફ અંસારીને વોન્ટેડ જાહેર કર્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution