શેખ હસીના ૧૬ ડિસે.બાંગ્લાદેશ પરત ફરશે, દિલ્હીથી સ્પે. ફ્લાઇટની માગ કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, નવેમ્બર 2026  |   1386

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભારતમાં નિર્વાસનમાંથી ૧૬ ડિસેમ્બરે પોતાના દેશ પરત ફરવાની યોજના જાહેર કરી છે. ૧૬ ડિસેમ્બર બાંગ્લાદેશમાં ‘વિજય દિવસ’ તરીકે ઉજવાય છે, જે ૧૯૭૧માં પાકિસ્તાનથી આઝાદીની યાદ અપાવે છે. ઓગસ્ટ ૨૦૨૪માં વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલન બાદ તેમનું ૧૫ વર્ષ જૂનું શાસન ખતમ થયું હતું અને તેઓ દેશ છોડીને ભારત આવ્યા હતા. ત્યારબાદ બે વર્ષથી વધુ સમય બાદ પહેલીવાર તેમણે પરત ફરવાની ચોક્કસ તારીખ જાહેર કરી છે.

હસીનાના પ્રવક્તા સૈયદ મોઝમ્મેલ અલીએ મંગળવારે જણાવ્યું હતું કે હસીના વિજય દિવસના અવસરે ઢાકા પરત ફરવા માંગે છે અને બાંગ્લાદેશ સરકારે તેમને દિલ્હીથી રાષ્ટ્રીય એરલાઈન ‘બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સ’ દ્વારા પરત લાવવાની વ્યવસ્થા કરવી જાેઈએ. પ્રવક્તાના મતે, ૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ તેમને બાંગ્લાદેશના વિમાનમાં ભારત મોકલાયા હતા, તેથી હવે તેમને પરત લાવવાની જવાબદારી સરકારની છે.શેખ હસીનાની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે તેમણે પરત ફરવા માટે નવો બાંગ્લાદેશી પાસપોર્ટ અને નેશનલ આઈડેન્ટિટી કાર્ડ મેળવવાની માંગ કરી છે. ઓગસ્ટ ૨૦૨૪માં તેઓ ભારત આવ્યા બાદ તેમના જૂના દસ્તાવેજાે રદ કરાયા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution