કરમસદ-આણંદ મનપાના નવા ડીપી ડ્રાફ્ટ નકશા સામે વિરોધના એંધાણ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓક્ટોબર 2026  |   1485

ગત દશક દરમ્યાન આણંદ ખાતે અવકુડાની રચના થતાં ગ્રામ વિસ્તારના સમાવેશ કરાતાં સ્થાનિક નેતાઓ દ્વારા બિલ્ડરો સાથે સાંઠગાંઠ રચી ખેડૂતો ના ખભે બંદૂક મૂકીને વિરોધ વ્યક્ત ના ખેલ રચી આણંદના વિકાસને ગ્રહણ લગાવવામાં આવતા તેનું પુનરાવર્તન થવા પામતુ હોય તેમ કરમસદ આણંદ મનપા ની નવી ડીપી ના ડ્રાફ્ટ નકશો જાહેર થતાં ખેડૂતો ની જમીન જશે ના હાઉ ઉભા કરી પુન: વિરોધ ના ખેલ રચાતાં પુન: આણંદના વિકાસને ગ્રહણ લગાવવાની દુંદુભિ વાગી રહ્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર ગત માસે કરમસદ આણંદ મનપા વિસ્તારના વિકાસ માટે નવી ડીપી ના ડ્રાફ્ટ નકશો જાહેર કરવામાં આવ્યો હતો.જેના પગલે નવા માર્ગ નિર્માણમાં ખેડૂતો ની જમીન જશે ના હાઉ ઉભા કરવામાં આવી રહ્યા હોય તેમ આવતીકાલે કરમસદ થી નવી ડીપી ના ડ્રાફ્ટ નકશો ના વિરોધમાં રેલી યોજી વિરોધ વ્યક્ત કરવાના આયોજન હાથ ધરવામાં આવતાં ગત દશક દરમ્યાન આણંદ ખાતે અવકુડાની રચના બાદ ગ્રામ વિસ્તારના સમાવેશ પર સ્થાનિક નેતાઓ અને બિલ્ડરો દ્વારા ખેડૂતો ના ખભે બંદૂક તાણી વિરોધ પ્રદર્શન કરી ગ્રામ વિસ્તારને પડતાં મૂકવામાં સફળ નીવડયા તેનું પુનરાવર્તન આવતીકાલે થનાર હોય પુન: આણંદના વિકાસને ગ્રહણ લગાવવાના આયોજન કરવામાં આવી રહ્યા ની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution