પ્રેમ પ્રકરણમાં સિંગણપોરના યુવકનો ફાંસો ખાઈ આપઘાત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓક્ટોબર 2026  |   2673

સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી અર્ચના સોસાયટીમાં રહેતા ૨૩ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રેમ પ્રકરણમાં અંતિમ પગલું ભર્યાની શક્યતા છે. ૨૩ વર્ષીય જીંકલભાઈ શૈલેષભાઈ ડુંગરાણી હાલ સુરતના સિંગણપોરમાં અર્ચના સોસાયટીમાં રહેતા હતા. તેઓ ઓનલાઈન વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમના પિતા નિવૃત્ત છે અને પરિવારમાં એક ભાઈ પણ છે. જીંકલભાઈએ ગત રાત્રે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું. આપઘાતના બનાવ અંગે સિંગણપોર પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. મૃતકે પ્રેમ પ્રકરણમાં અંતિમ પગલું ભર્યાની શક્યતા છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution