/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

શેરબજારમાં તેજી : સેન્સેક્સમાં ૮૭૯ પોઈન્ટ ઉછળીને ૩૩૩૦૩ પર બંધ

મુંબઇ,તા.૧

સરકાર દ્વારા જાહેર ‘અનલોક ૧’નો પહેલો દિવસ ભારતીય શેરબજાર માટે સારો રહ્યો છે. ઉછાળા સાથે ખુલ્યા બાદ દિવસભરની વધઘટ પછી અંતિમ સેશનમાં પણ શેર માર્કેટમાં તેજી યથાવત રહી છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૮૭૯ અંક અથવા ૨.૭૧ ટકા ઉછળીને ૩૩,૩૦૩ પર બંધ આવ્યો છે. જ્યારે નિફ્ટી ૫૦ આંક પણ ૨૪૫ પોઈન્ટ કૂદીને ૯,૮૨૬ નજીક સેટલ થયો છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો આજે ઈન્ડેક્સ ૬૬૨ અંકના ઉછાળા સાથે ૧૯,૯૫૯ નજીક બંધ આવ્યો છે. ઉપરાંત બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૨.૬૫ ટકા અને ૩.૦૩ ટકા વધીને સેટલ થયા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે લગભગ તમામ સેક્ટર્સ વધીને બંધ આવ્યા છે. અમેરિકી ડોલર સામે રૂપિયો પ્રારંભિક આંકડાના પ્રમાણે ૮ પૈસા મજબૂત થઈ ૭૫.૫૪ રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો છે. ઘરેલુ અર્થવ્યવસ્થા ફરીથી ખૂલવાની સરકારની યોજાનાથી માર્કેટને સપોર્ટ મળ્યો છે. આ પહેલા શુક્રવારે ડોલર સામે રૂપિયો ૭૫.૬૨ ની સપાટીએ બંધ આવ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution