વડોદરા,તા.૧૪

યુપી ધર્માન્તરણના મામલામાં સંડોવાયલા ઉમરત ગૌતમ અને હેરના સલાઉદ્દીનને અગાઉ એટીએસએુ ઝડપી પાડયા બાદ શહેર પોલીસે પણ વિદેશથી હવાલા દ્વારા કરોડો રૂપિયા લાવી મસ્જીદોને ફંડીગ ઉપરાંત દેશ વિરોધી મનાતી ગતીવધીઓમાં વપરાઈ હોવાનું શોધી કાઢી અલગથી કેસ નોંધ્યો હતો. અને ટ્રાન્સફર વોરંટથી બન્નેને અહી લાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે તપાસ દરમિયાન શહેરના ત્રણ સાથે સલાઉદ્દીનને મોટી રકમની લેવડ દેવડ કરી હોવાનું બહાર આવતાં ત્રણેયની પુછપરછ ચાલી રહી છે. આ મામલામાં અગાઉ સલાઉદ્દીન દ્વારા સંચાલીત આફમી ટ્રસ્ટ દ્વારા વિદેશથી આવેલા ૬૦ કરોડ જેટલી મોટી રકમ મસ્જીદોમાં ફડીંગ ધર્માન્તરણ અને સીએએના વિરોધમાં અપાઈ હોવાનું શહેર પોલીસે શોધી કાઢી સહાયતા નામે મેળવેલી રકમનો ઉપયોગ અંગે મામલો નોંધી તપાસ હાથ ધરી હતી. અને મુસ્લીમ મેડીકલ સેન્ટર પાણીગેટના બંને ઝડપી પુછપરછ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં સુપરવાઇઝર મહંમદ ગુેલામ મન્સુરીની બાહમાં ધરપકડ કરી હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં સલાઉદ્દીનના અંગત બેંક ખાતામાં ઉપરાંત મુસ્લીમ મેડીકલ સેન્ટર અનફ આયમી ટ્રસ્ટના બેંક એકાઉન્ટોની તપાસ કરતાં ચોંકાવનારી માહીતીઓ બહાર આવી હતી. જેમાં શહેરનાં જ કેટલાક સાથે સલાઉદ્દીનને મોટી રકમની લેવડ દેવડ કરી હોવાનું બહાર આવ્યા બાદ અનેકની પુછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં હારૂન નામના એક બિલ્ડર ઉપરાંત ક્ૈયુમ નામના એક વહેપારી અને તાંદલજાનાં એક બાપુ નામ નાઈસમને એસઓજી ખાતે લંબા સમયથી રોજે રોજ પુછપરછમાં વાતા હોવા છતાં તેઓ મગ નુ નામ મરી પાડવા તૈયારી નહીં હવાનું બહાર આવ્યુ છે. સુત્રો જણાવ્યા અનુસાર ત્રણેય જણા સામે સાલાઉદ્દીન સાથે મોટી રકમની લેવડ દેવડના પુરાવા રજૂ કરતા ત્રણેયએ બહાના બાજી શરૂ કરી હતી. પરંતુ પોલીસે આકરી પુછપરછ કરે તો ચોંકવનારી માહીતી બહાર આવી શકે છે. જાેકે ત્રણેય મિલકતોની લેવડ દેવડ સાથે સંકળાયેલા છે. પરંતુ એના ઓઠા હેઠળ હારૂન, કૈયુમ, અને બાપુએ પણ ગેરરીતી આચરી હોવાની શંકા આ પોલીસને હોવાથી એમ પુછપરછ કરવામાં આવી રહી છે. આ ત્રણેય અગાઉ મિલ્કતોની લેવડ દેવડના જુદા જુદા વિવાદોમાં સંકળાયેલા છે. ત્ય્‌ારે પોલીસ માટે પણ સલાઉદ્દીન સાથે મોટી રકમોની કરેલી લેવડ દેવડનો ગેર ઉપયોગ તો નથી થયોની એ શોધવાની જવાબદારી આવી પડી છે.

એસઓજીનો એ જવાન કોણ?

સલાઉદ્દીન સાથે મોટી નાણાંકીય લેવડ દેવડ બહાર આવ્યા બાદ ત્રણેયની થઈ રહેલી પુછપરછથી અને આખા મામલામાંથી બહાર કાઢવા માટે એસઓજીમાં ફરજ બજાવતાં એક મુસ્લીમ જવાનન સપર્ક હારૂન, કયુમ અને બાપુના પરીવારજનો મિત્રો કરી રહ્યા છે. અને જવાન દ્વારા ત્રણેયને કશુ થયા વગર છોડી દેવાશે એવી ખાત્રી આપી હોવાનું કહેવાય છે આ મામલાની પુરતી તપાસ થાય તો જવાનએ કરેલી ડોપાર્ટમેન્ટ વિરૂધ્ધની કાર્યવાહી બહાર આવે એમ માનવામાં આવે છે.