પરીક્ષામાં AIના ઉપયોગનો આરોપ,IIT  બોમ્બેમાં વિદ્યાર્થીનો ગળાફાંસો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026  |   4851

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેમાંથી એક અત્યંત દુ:ખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સંસ્થાના એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા બીજા વર્ષના એક વિદ્યાર્થીએ હોસ્ટેલ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. શુક્રવારે મોડીસાંજે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર કેમ્પસમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, શુક્રવારે ચાલુ પરીક્ષા દરમિયાન આ વિદ્યાર્થી મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. તેણે પરીક્ષાનું પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને જવાબો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, વહીવટીતંત્ર દ્વારા તેની સામે કોઈ શિસ્તભંગની કે કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. સંબંધિત પ્રશિક્ષક અને વિભાગના વડાએ તેને બોલાવીને સમજાવટ કરી હતી, તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને ખાતરી આપી હતી કે આ ઘટનાની તેની શૈક્ષણિક કારકિર્દી પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. ત્યાંથી પરત ફર્યા બાદ વિદ્યાર્થી હોસ્ટેલ નંબર-૪માં આવેલા પોતાના રૂમમાં ગયો હતો. સાંજે ચાર વાગ્યા સુધીની પરીક્ષા પૂર્ણ થયા બાદ તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. તે પોતાના રૂમમાં મળત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મળતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પવઈ પોલીસે મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.


૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થાના મુખ્ય મકાન પાસે એકઠા થયા 

આ દુ:ખદ ઘટનાના સમાચાર વાયુવેગે કેમ્પસમાં ફેલાતા જ ૪૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ સંસ્થાના મુખ્ય મકાન પાસે એકઠા થઈ ગયા હતા અને વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓએ વહીવટીતંત્રના વર્તન અને પરિસ્થિતિની વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીનેIIT-B ના ડિરેક્ટર પ્રોફેસર શિરીષ કેદારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે વિદ્યાર્થીઓ સાથે સીધી બેઠક યોજી હતી. આ બેઠક બાદ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને મુખ્ય ઇમારત સામે આવેલા કોન્વોકેશન હોલમાં ખસેડવામાં આવ્યા હતા. 

વિદ્યાર્થીના અસમય અવસાન પરIIT  બોમ્બેએ એક સત્તાવાર નિવેદનમાં ઊંડો શોક વ્યક્ત કર્યો


IIT બોમ્બેએ એક સત્તાવાર નિવેદનમાં આ વિદ્યાર્થીના અસમય અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સંસ્થાએ જણાવ્યું છે કે તેઓ આ દુ:ખદ ઘડીમાં મળતક વિદ્યાર્થીના પરિવારજનો, મિત્રો, સહપાઠીઓ અને ફેકલ્ટી સભ્યોને તમામ શકય તેટલી સહાય પૂરી પાડી રહ્યા છે. હાલ પોલીસ અને સંબંધિત સત્તાવાળાઓ આ આત્મહત્યા પાછળના ચોક્કસ સંજાેગો અને કારણોની સઘન તપાસ કરી રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution