લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, ઓક્ટોબર 2026 |
1881
બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં આકાશમાં કાળાં વાદળો છવાતાં અમીરગઢ, ઈકબાલગઢ અને સરોત્રામાં વરસાદી છાંટા પડ્યા છે. ખેતરોમાં તૈયાર મગફળીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી અમીરગઢ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં કાળાં વાદળો ઘેરાયા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. ખેતરોમાં હાલ મગફળીનો પાક તૈયાર થઈને લણણીના આરે ઉભો છે, ત્યારે જ અચાનક વરસાદી માહોલ સર્જાતાં પાક ધોવાઈ જવાની અને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.