સુપ્રીમ કોર્ટે કહ્યું- ગાળ આપવી દરેક વખતે અશ્લીતા નથી હોતી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જુલાઈ 2026  |   2772

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગાળાગાળી કે અપશબ્દોનો ઉપયોગ કરવો હંમેશા અશ્લીલતાના દાયરામાં આવતો નથી. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચે કહ્યું કે કોઈ શબ્દ ત્યારે જ અશ્લીલ ગણાશે, જ્યારે તે કામુકતાને પ્રોત્સાહન આપનારો હોય અથવા લોકોને ભ્રષ્ટ કરવાની વૃત્તિ ધરાવતો હોય. કોર્ટે આ ટિપ્પણી તમિલનાડુના એક કેસની સુનાવણી દરમિયાન કરી હતી. આરોપી મણિને જમીન વિવાદ દરમિયાન મા વિશેની ગાળ આપવા બદલ અશ્લીલતાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.ઓગસ્ટ ૨૦૧૭માં જમીન વિવાદને લઈને આરોપીએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી હતી. પીડિતનો આરોપ હતો કે આરોપીએ જાતિસૂચક શબ્દો પણ કહ્યા હતા. બાદમાં ઘરેથી હથિયાર લાવીને હુમલો કર્યો હતો, જેના કારણે તેની નાકનું હાડકું તૂટી ગયું હતું. સુપ્રીમ કોર્ટે અશ્લીલતા અને ગુનાહિત ધમકીના આરોપોમાંથી આરોપીને નિર્દોષ છોડી મૂક્યો. કોર્ટે કહ્યું કે ગાળો આપવાથી કોઈને પરેશાની થઈ, તે સાબિત થયું નથી. જાેકે, ફરિયાદીને ગંભીર ઈજા પહોંચાડવના કેસમાં તેની સજા યથાવત રાખવામાં આવી છે. આરોપીની ઉંમર આશરે ૭૦ વર્ષ હોવા અને સ્વાસ્થ્યની સ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ટે તેની સજા ઘટાડી તેને ૨ મહિનાની અંદર રૂા.૫૦,૦૦૦નો દંડ ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ૧૦ જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક વકીલે હંગામો કર્યો. સીજેઆઇ સૂર્યકાંતને અપશબ્દો કહ્યા અને ફાઇલ પણ ફેંકી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution