સોનુ-ચાંદી રાહતજનક ભાવ સ્તરે પહોંચતા સુરતનાં રોકાણકારો, ગૃહિણીઓનાં ચહેરાં ખીલ્યાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓક્ટોબર 2026  |   2079

સોના-ચાંદીનાં ભાવમાં આજે બુધવારે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાતાં સુરતનાં ઝવેરી બજારથી સોશિયલ મીડિયા અને ગૃહિણીઓથી લઇને મૂડીરોકાણકારો, ખરીદારો સુધી સોના-ચાંદીનાં ભાવનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કિંમતી ધાતુઓના ભાવ જેમ જેમ નીચે ઉતરી રહ્યાં છે તેમ તેમ રાહતજનક ભાવે સોનું-ચાંદી ખરીદવાની આશા પણ વધી રહી છે. ખાસ કરીને ઉંચા ભાવને કારણે ખરીદી ટાળી રહેલી ગૃહિણીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભાવઘટાડા પ્રત્યે ખુશી વ્યક્ત કરી રહી છે. બીજી તરફ, ભાવમાં વધુ ઘટાડાની શક્યતા વચ્ચે રોકાણકારો પણ બજારની ચાલ પર નજર રાખી રહ્યા છે. બુધવાર, ૧૪ ઓક્ટોબરે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના-ચાંદીનાં વાયદા ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ચાંદીનાં ભાવમાં ઘટાડાની ગતિ સોનાની સરખામણીએ વધુ ઝડપી જાેવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાંદી પ્રતિ કિલો રૂ. ૮,૭૩૩ સસ્તી થઈને રૂ. ૨,૧૭,૦૨૨નાં સ્તરે પહોંચી છે, જ્યારે ૧૦ ગ્રામ સોનાનો ભાવ પણ રૂ. ૭૯૭ ઘટીને રૂ. ૧,૪૭,૬૫૩ થયો છે.

સ્ઝ્રઠ પર ડિસેમ્બર એક્સપાયરીની ચાંદી મંગળવારે, ૧૩ ઓક્ટોબરે રૂ. ૨,૧૯,૨૧૭ પ્રતિ કિલો પર બંધ થઈ હતી. બુધવારે પ્રારંભિક કારોબારમાં ભાવ રૂ. ૨,૧૯૫ ઘટીને રૂ. ૨,૧૭,૦૨૨ પર આવી ગયો હતો. ગયા શુક્રવારે ચાંદી રૂ. ૨,૨૫,૭૫૫ પર બંધ થઈ હતી. આમ, શુક્રવારનાં બંધ ભાવથી બુધવારનાં પ્રારંભિક ભાવ સુધી ત્રણ દિવસમાં પ્રતિ કિલો રૂ. ૮,૭૩૩નો ઘટાડો નોંધાયો છે. સોનાનાં ભાવમાં પણ ઘટાડાનો દોર ચાલુ રહ્યો છે. સ્ઝ્રઠ ગોલ્ડ રેટ મુજબ મંગળવારે ૧૦ ગ્રામ સોનું રૂ. ૧,૪૮,૪૫૦ પર બંધ થયું હતું, જે બુધવારે ઘટીને રૂ. ૧,૪૭,૬૫૩ થયું હતું. એટલે કે એક જ દિવસમાં ૧૦ ગ્રામ દીઠ રૂ. ૭૯૭નો ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં થયેલો આ ઘટાડો લગ્નપ્રસંગો, તહેવારો અને ભવિષ્યની જરૂરિયાત માટે દાગીના ખરીદવાનું આયોજન કરી રહેલા પરિવારો માટે મહત્ત્વનો છે. છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ઊંચા ભાવને કારણે ખરીદીનું બજેટ ખોરવાતું હોવાની ચિંતા વચ્ચે ભાવમાં ઘટાડો ગૃહિણીઓ માટે રાહતના સમાચાર બન્યો છે. ખાસ કરીને દાગીના ખરીદવાનું મુલતવી રાખનાર પરિવારો માટે ભાવમાં ઘટાડો ખરીદીની તક તરીકે જાેવામાં આવી રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution