લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, નવેમ્બર 2026 |
2376
તહેવારોની મોસમમાં વતન પહોંચવાની ઉત્કંઠા વચ્ચે ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ન મળતા મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બિહારના મોતીહારી જિલ્લાના રહેવાસી સુરેન્દ્ર અને વીરેન્દ્રને ઘરે પાછા ફરવા માટે ટ્રેનની ટિકિટ ન મળતાં તેમણે બેંગલુરુથી બિહાર માટે આખી ઓટો-રિક્ષા બુક કરાવી લીધી હતી. દેવરિયા જિલ્લાના ભાગલપુર વિસ્તારમાં વાહન તપાસ દરમિયાન જ્યારે તેમણે પોલીસ અધિકારીઓ સમક્ષ પોતાની આ આપવીતી વર્ણવી ત્યારે પોલીસ અધિકારીઓ અને આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.દિલ્હી, મુંબઈ અને બેંગલુરુથી ગોરખપુર તેમજ બિહાર તરફ જતી ટ્રેનોમાં જગ્યા મેળવવી કઠિન બની ગઈ છે. બિહારના પશ્ચિમ ચંપારણ, મુઝફ્ફરપુર, દરભંગા, ભાગલપુર અને યુપીના પૂર્વાંચલ વિસ્તારના લાખો શ્રમિકો અને મુસાફરો દિવાળી અને છઠ પૂજાના પવિત્ર તહેવાર પર ઘરે પહોંચવા માટે આતુર છે.