તમિલનાડુ સરકારે ખેડૂતોનું 12000 કરોડનું દેવું માફ કર્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ફેબ્રુઆરી 2021  |   3366

ચૈન્નેઇ-

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે તામિલનાડુ સરકારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને રાજી કરવા માટે મોટો ર્નિણય લીધો છે.

તામિલનાડુએ રાજ્યના ખેડૂતોનુ 12000 કરોડ રુપિયાનુ દેવુ માફ કરી દીધુ છે.આ એવુ દેવુ છે જે ખેડૂતોએ કો ઓપરેટિવ બેન્કોમાં ભરપાઈ કરવાનુ છે.સરકારના ર્નિણયથી 16 લાખ જેટલા ખેડૂતોને સીધો ફાયદો થશે. આ પહેલા તામિલનાડુ સરકારે 1 ફેબ્રુઆરીએ ખેડૂતો માટે બીજી યોજનાની જાહેરાત પણ કરી હતી.મુખ્યમંત્રી કે. પલાની સ્વામીએ એલાન ક્યુ હતુ કે, જાન્યુઆરીમાં થયેલા વરસાદના કારણે ખેડીતને નુકસાન થયુ છે તે ભરપાઈ કરવા માટે સરકાર રાજ્યના ખેડૂતોને 1167 કરોડ રુપિયાની સહાય કરશે.જે સીધી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા થશે.કારણકે રાજ્યમાં વરસાદના પગલે 6.62 લાખ હેક્ટર પરની ખેતી બરબાદ થઈ છે.

તેમણે કહ્યુ હતુ કે, ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં લઈને સરકારે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ખેડૂતોને રાજ્યના રાહત ભંડોળમાંથી સહાયતા કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution