કારચાલકે સાઈકલને અડફેટે લેતાં કિશોરનું મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓક્ટોબર 2026  |   1980

કુબેરનગરમાં ૩૬ વર્ષીય મોનાબેન તમાઇચે પરિવાર સાથે રહે છે. ૨૦ ઓક્ટોમ્બરે તેમનો૧૬ વર્ષીય પુત્ર અંશુમન સાયકલ લઈને બંગલો એરિયામાં છેલ્લા બસ સ્ટેન્ડ પાસે રોડની સાઈડમાં સાયકલ લઈને ઉભો હતો. ત્યારે પુરઝડપે પાછળથી આવી રહેલ કાર ચાલકે સાયકલને ટક્કર મારતા અંશુમનને ગંભીર ઇજાઓ પોહચી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન કિશોરનું મોત થયું હતું. આ અંગે માતાએ જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કાર ચાલક ઉમંગ વિકાસ ઘમંડે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.બહેરામપુરામાં ૨૨ વર્ષીય દર્શનકુમાર પરમાર કાકાના ઘરે રહેતો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં વસ્ત્રાપુર ખાતે ઈસ્ તરીકે નોકરી કરતો હતો. ૧૩ ઓક્ટોમ્બરે રાત્રે પોતાના મિત્ર નવીનભાઈ મકવાણાની બાઇક લઈને ગાંધીનગર ખાતે આવેલા થનગનાટ પાર્ટીપ્લોટમાં ગરબા રમવા ગયા હતા. ગરબા રમ્યા બાદ પરત આવતા હતા ત્યારે દર્શનકુમાર રિવરફ્રન્ટ રોડ પર લેમન ટ્રી હોટલના કટ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે વખતે અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેથી દર્શનકુમાર નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન દર્શનકુમારનું મોત થયું હતું. આ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ભાટીયા નવાવાસ ખાતે રહેતા ૬૫ વર્ષીય તેજુસિંહ રાઠોડ ખેતીકામ કરતા હતા. ૧૫ ઓક્ટોબરે તેજુસિંહ દિલીપભાઈ પ્રજાપતિની બાઈક પાછળ બેસીને કુંજાડ ગામ ખાતે દવા લેવા માટે જઈ રહ્યા હતા. ત્યારે સિંગરવા-કઠવાડા રોડ પર આવેલી પાયલપાર્ક સોસાયટી પાસે પહોંચતા સોસાયટીની અંદરથી પુરઝડપે આવી રહેલ રીક્ષા ચાલકે બાઇકને ટક્કર મારતા દિલીપભાઈને હાથે-પગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેજુસિંહભાઈને માથાના ભાગે તથા જમણા પગે ગંભીર ઈજાઓ થવાથી અર્ધબેભાન થઈ ગયા હતા. ઘટનાસ્થળે ટોળા એકઠા થઈ જતા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન તેજુસિંહનું મોત નીપજ્યું હતું. આ અંગે વૃદ્ધના પુત્ર વનરાજસિંહે અજાણ્યા રીક્ષા ચાલક સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ઈસનપુરમાં રહેતો ૨૦ વર્ષીય ગોકુલ દેવરે હાથીજણ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ૧૭ ઓક્ટોબરે સાંજે ગોકુલ પોતાની કંપનીના કામે બાઇક લઈને રામોલ પોલીસ ચોકીથી હાથીજણ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન કાર્તિક ફેબ્રિકેશનની સામે રોડ પર પોહચ્યો ત્યારે ડિવાઈડરને અડાડીને છસ્ઝ્રના બગીચા ખાતાના ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજામાં ટ્રેક્ટર કોઈપણ પ્રકારની આડશ કે ચેતવણીના સંકેત મુક્યા વગર બેદરકારીપૂર્વક ઊભું રાખ્યું હતું. આ ભયજનક રીતે ઊભા રાખેલા ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે ગોકુલનું બાઇક અથડાતા તેને મોઢાના, જમણી બાજુ ગાલ, કાન, આંખ, દાઢી તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા ટ્રેક્ટર ચાલક વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત ગોકુલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત થયું હતું. આ અંગે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution