વૈષ્ણોદેવી પાસે યુપીના શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર આતંકી હુમલો ઃ ૧૦ના મોત અને ૩૩ ઘાયલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુન 2024  |   4554

જમ્મુ:દ્ગડ્ઢછ સરકારના સતત ત્રીજા શપથ ગ્રહણ સમારોહ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુના રિયાસી જિલ્લામાં આતંકીઓએ મુસાફરોથી ભરેલી બસ પર હુમલો કર્યો છે. બસ ખાડામાં પડી છે. અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને ૩૩ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જાે કે, ડેપ્યુટી કલેકટરે ૧૦ લોકોના મોતની માહિતી આપી છે. આતંકીઓએ બસ પર ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ઉંડી ખાઈમાં પડી હતી. મળતી માહિતી મુજબ, આ ૫૫ સીટર બસ શિવખોડીથી કટરા તરફ જઈ રહી હતી. આ હુમલામાં કેટલાક લોકોના મોત થયા હોવાની આશંકા છે. જાે કે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી એસએસપી રિયાસી મોહિતા શર્માએ માહિતી આપી છે કે બસમાં મુસાફરી કરી રહેલા લોકો સ્થાનિક નહીં પરંતુ યુપીના ભક્તો હતા. તેઓ શિવખોડીથી કટરા પરત ફરી રહ્યા હતા. આ આતંકવાદી હુમલામાં એસએસપી રિયાસી મોહિતા શર્માએ કહ્યું છે કે પ્રારંભિક તપાસમાં જાણવા મળે છે કે આતંકવાદીઓએ બસ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જેના કારણે બસે કાબુ ગુમાવ્યો હતો અને ઉંડી ખાઈમાં પડી હતી. આ ઘટનામાં ૩૩ લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જાે કે હજુ સુધી મુસાફરોની ઓળખ થઈ શકી નથી. સમગ્ર વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. માહિતી મળી છે કે આતંકવાદીઓનું આ સંગઠન રાજૌરી, પુંછ અને રિયાસી જિલ્લામાં છુપાયેલું છે અને ગુપ્ત રીતે આવા ગુનાઓને અંજામ આપી રહ્યું છે. બચાવ કાર્ય માટે પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટના સ્થળેથી ગોળીઓ મળી આવી છે, જેનાથી આ ઘટના પાછળ આતંકવાદીઓના ષડયંત્રનો ખ્યાલ આવે છે. યાત્રીઓ વૈષ્ણો દેવી પાસે શિવખોડી ખાતે શિવલિંગના દર્શન કરીને કટરા પરત ફરી રહ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution