દિકરાને મુખ્ય ભૂમિકામાં લઇને આ અભિનેતા બનાવશે ફિલ્મ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, નવેમ્બર 2020  |   891

મુંબઈ :  

બોલીવુડ એકટર અને ફિલ્મમેકર સની દેઓલ તેમના દીકરા કરણ દેઓલ અને ભાઈ બોબી દેઓલને લઈને જલદી ફિલ્મ બનાવશે. તે આ ફિલ્મનું નિર્માણ તેમના પ્રોડક્શન હાઉસમાં કરશે. માહિતી પ્રમાણે ખુદ સની દેઓલ આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે.

સની દેઓલે તેમના દીકરા કરણને લઈને ફિલ્મ પલ પલ દિલ કે પાસ બનાવી હતી, પરંતુ તે બોક્સઓફિસ પર સફળ સાબિત ના થઈ. સની દેઓલ હવે તેના દીકરાને ફરી એકવાર ચાન્સ આપવા માગે છે. તેઓ એક સારી સ્ક્રિપ્ટની શોધખોળમાં હતા અને તેમને જ જણાવ્યુ છે કે આ શોધખોળ પૂરી થઈ છે. અને જલ્દી હવે તેઓ આ ફિલ્મની જાહેરાત કરશે. આ ફિલ્મમાં તેમના દીકરાની સાથે સાથ તેમનો ભાઈ બોબી દેઓલ પણ જોવા મળશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution