/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

શહેરા નગર પાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યોઃ ૨૩ ફોર્મ ભરાયા

શહેરા  શહેરા નગર પાલિકાની ચૂંટણી નો માહોલ જામ્યો છે.નગર પાલિકા વિસ્તાર મા આવેલ ૨થી ૬ વોર્ડ મા ભાજપ પક્ષ માથી ૧૫ અને અપક્ષ માથી ૮જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ વિજય મૂહુર્ત મા ભર્યા હતા. શહેરા નગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થતા ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે નગર પાલિકાની ચૂંટણી કચેરી ખાતેથી ૧૪૪ જેટલા ઉમેદવારી ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી ફોર્મ ભરવાની તારીખ નજીક હોવાથી ૧થી ૬ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવવા માટે પોતાના ટેકેદારો સાથે કચેરી ખાતે આવ્યા હતા. જ્યારે વોર્ડ નંબર ૨ થી ૬ મા ભાજપ પક્ષમાંથી ૧૫ અને અપક્ષ માથી ૮ મળીને કુલ ૨૩ જેટલા ઉમેદવારોએ વિજય મુહૂર્ત મા ટેકેદારો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી. વોર્ડ નંબર ૧મા ગુરૂવાર ના રોજ એક પણ ઉમેદવાર એ ઉમેદવારી નોંધાવી ના હતી. કોંગ્રેસ પક્ષ માથી એક પણ ઉમેદવારી નોંધાઈ ના હતી.આ નગર પાલિકા ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ માથી એક પણ ઉમેદવાર ફોર્મ નહી ભરીને ઉમેદવારી નોંધાવે નહી તેવી ચર્ચા રાજકીય પક્ષો મા જાેરશોર થઈ રહી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution