/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કેન્દ્રની ટીમ ગુજરાત પહોંચી, કહ્યું કે આ કારણે કોરોના વકર્યો

ગાંધીનગર-

કેન્દ્રમાંથી રાષ્ટ્રીય વિકાસ નિગમના ડાયરેક્ટર ડૉ. એસ.કે સિંઘના વડપણ હેઠળ ટીમ ગુજરાતમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આવી પહોંચી છે. કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. કેન્દ્ર આરોગ્ય ટીમે SVP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ડૉ. સુજીત કુમારે મીડિયાને બ્રીફ કરતાં જણાવ્યું હતું કે અધિકારીઓ સાથે બેઠક કરીશું અને બે દિવસ સુધી ગુજરાતમાં રહીશું. હજુ અમે વડોદરા અને અન્ય જિલ્લામાં સ્થિતિની પણ મુલાકાત લેવામાં આવશે.

કેન્દ્રની ટીમે કહ્યું હતું કે દિવાળીમાં થયેલી લોકોની ભીડને કારણે કોરોના વકર્યો છે. તહેવારો દરમ્યાન લોકોની બેદરકારીને કારણે આ પરિણામ આવ્યું છે. વધતા જતાં સંક્રમણ માટે તંત્ર નહીં પરંતુ લોકો જવાબદાર છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1420 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1040 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,77,515 પર પહોંચ્યો છે. આજે 7 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3837 પર પહોંચ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution