વડોદરા : કારેલીબાગ આર્યકન્યા સ્કુલ પાસે જાહેરમાર્ગ પર ધોળેદહાડે સાયકલસવારને આંતરીને તેના ખિસ્સામાંથી પાંચ હજારની લુંટ કરીને મોપેડચાલક યુવકો ફરાર થયાની જાણ થતાં કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી હતી અને લુંટમાં સંડોવાયેલા નાગરવાડાના લવજેહાદી યુવક સહિત બે માથાભારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

કારેલીબાગ તુલસીવાડીમાં પાણીની ટાંકી પાસે રહતો ૨૧ વર્ષીય વિશાલ અંબાલાલ સોલંકી શો રૂમમાં કાર વોશીંગની નોકરી કરે છે. ગત બપોરે તે ઘરે જમીને સાયકલ પર નોકરીએ જતો હતો તે સમયે આશરે દોઢ વાગે કારેલીબાગ આર્યકન્યા સ્કુલવાળા રોડ પર પાછળથી મોપેડ પર ધસી આવેલા બે યુવકોએ તેને સરદાર છાત્રાલયની સામે આંતર્યો હતો. પૈકી મોપેડની પાછળ બેઠેલા યુવકે કંઈ પણ બોલ્યા વિના તેની ફેંટ પકડી હતી અને મોપેડચાલકે તેના પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધું હતું જેમાં રોકડા ૫ હજાર હતા. તે કંઈ સમજે તે અગાઉ બંને લુંટારા કારેલીબાગ કાસમઆલા ચારરસ્તા તરફ ફરાર થયા હતા.

આ બનાવની વિશાલે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ધોળેદહાડે જાહેરમાર્ગ પર લુંટના બનાવથી પોલીસ ચોંકી ઉઠી હતી. આ બનાવની પીઆઈ આર એ જાડેજાએ તુરંત ઘટનાસ્થળ અને તેની આસપાસના સ્થળોના સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી કરી હતી જેમાં આ લુંટમાં કારેલીબાગનો નામચીન લવજેહાદી અને તાજેતરમાં પાસાની સજા ભોગવી ચુકેલો ફૈઝલ ઉર્ફ ફૈઝુ ઐયુબ ઘાંચી (નિશાંત કોમ્પલેક્સની સામે, સૈયદપુરા, નવાબવાડા) અને તેના સાગરીત ફિરોઝહુસેન ઉર્ફ ગીટ્ટુ શબ્બીરહુસેન વ્હોરા (નાગરચી મોહલ્લા,સૈયદપુરા, નાગરવાડા)ની સંડોવણી હોવાની વિગતો મળતા પોલીસે આજે બંને લુંટારાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી લુંટ કરેલા પુરેપુરા પાંચ હજાર તેમજ ડિઓ મોપેડ અને મોબાઈલ ફોન સહિત ૨૦ હજારની મત્તા જપ્ત કરી હતી.

બોક્સ. ..

ફૈઝલે હિન્દુ યુવતીને રસ્તામાં આંતરીને કીસ કરી હતી

કારેલીબાગ પોલીસે લુંટના ગુનામાં ધરપકડ કરેલા બે આરોપીઓ પૈકીનો ૨૧ વર્ષીય ફૈઝલ ઉર્ફ ફૈઝુએ નાગરવાડાની ક્ષત્રીય સમાજની યુવતીને પ્રેમજાળમાં ફસાવવા માટે લવજેહાદનો કારસો રચ્યો હતો. એક વર્ષ સુધી પીછો કરવા છતાં યુવતીએ મચક નહી આપતા ગત જાન્યુઆરી માસમાં ફૈઝુએ હિન્દુ યુવતીને રસ્તામાં આંતરીને બળજબરીથી કીસ કરી હતી અને શરીરસંબંધ માટે ધમકી આપી હતી. આ બનાવમાં તેની ધરપકડ બાદ તેને પાસા હેઠળ જેલભેગો કરાયો હતો. જાેકે જેલમાંથી મુક્ત થતાં જ તેણે ફરી ગુનાખોરી આચરવાનું શરુ કરતા તેની ધરપકડ કરાઈ છે.

બોક્સ..

બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે

ધરપકડ કરાયેલા બંને આરોપીઓ પૈકી ફૈજલ છેડતી, મારામારી, ધમકી, લુંટ, એટ્રોસિટી એક્ટ અને રાયોટીંગના કુલ સાત ગુનામાં સંડોવાયેલો છે અને તેને ગત ૨૫મી જાન્યુઆરીએ પાસા પણ કરાઈ હતી. જયારે તેનો સાગરીત ફિરોઝહુસેન ઉર્ફ ગીટ્ટુ પણ કારેલીબાગ પોલીસ મથકમાં ધમકી સહિતના બે ગુનામાં સંડોવાયેલો છે.