સુરત : ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં લોકોએ ભેગા થવાને કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હોય તેમ ગણેશ વિસર્જન બાદ કોરોના કેસમાં વધારો થવાની સાથે એક પરિવારમાં ત્રણ કે આાખો પરિવાર કોરોની ઝપડમાં સપડાયો હોવાના કેસ બહાર આવી રહ્યા છે. કોરોનાના કેસમાં ફરી થયેલા વધારા વચ્ચે બુધવાર સવારે સુરતમાં નવા ૨૪૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જેમા સુરત સીટી અને જિલ્લામાં ૮૧-૮૧ કેસો નોંધાયા છે. અત્યાર સુધીમાં સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૨૩,૩૫૫ ઉપર પહોંચી ગઈ છે. 

 સુરતમાં કોરોનાએ કોહરામ મચાવ્યો હતો. તંત્રના અથાગ પ્રયાસો વચ્ચે માંડમાંડ કોરોના કાબુમાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ફરી કોરોનાએ માથુ ઉચક્યું છે. રોજના બહાર આવતા કેસમાં વધારો જાવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને અઠવા અને રાંદેર ઝોનમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. આ બંને ઝોન વિસ્તારમાં ભરાતા મોટા શાકભાજી માર્કેટ અને ખાણીપીણીની લારીઓના કારણે સંક્રમણ વધ્યું હોવાની શકયતા વચ્ચે ગઈકાલેથી પાલિકા દ્વારા ફરી રાત્રેના દસથી ખાણીપીણી લારીઓ સહિતની દુકાનો બંધ કરાવાનો આદેશ બહાર પાડ્યો છે. સવારે વધુ ૧૬૨ કેસો આવ્યા છે જેમાં સુરત સીટીમાં જિલ્લામાં ૮૧ કેસ આવ્યા છે સુરત સીટીમાં કુલ કેસની સંખ્યા ૧૮,૦૦૪ અને જિલ્લામાં ૫૩૫૧ થઇ છે.