વડોદરા : શહેરના પોલીટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલ સમરસ કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓને ભારે હાલાકી પડતા હોવાનો આજે વધુ એક બનાવ બનવા પામ્યો હતો. અલબત દર્દીઓને લઈને આવતી ૧૦૮ એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો સમરસ હોસ્પિટલના કેમ્પસમાં લાગેલી જાેવા મળી હતી. જેમાં કાફલો ઓકસીજન સાથે આવેલા દર્દીઓને કલાકો સુધી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે સુઈ રહેવાનો વારો આવ્યો હતો. આ પરિસ્થિત અંગે હોસ્પિટલના સત્તાધીશો તથા તબીબોને જણાવવામાં આવતુ હોવા છતાં તબીબ તથા કર્મચારી સ્ટાફ તેમના મનસ્વી વર્તન દર્દીઓને લેતાં હોવાથી કલાકો સુધી એમ્બયુલન્સની લાઈનો લાગી હતી. આ સમરસ હોસ્પિટલમાં દર્દીઓને ધસારો રહેતો હોવા છતાં તંત્ર દ્વારા આ જટીલ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સક્રીય પ્રયત્નો કરવામાં આવતા ન હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે. ઓ.એસ.ડી. વિનોદ રાવ છાશવારે આ હોસ્પિટલમાં મુલાકાત લેશે. શું તેમના ધ્યાન ઉપર દર્દીઓને પડતી હાલાકી અંગે માહિતગાર થયુ હોય એ પ્રશ્ન દર્દીઓના સગાઓમાં ચર્ચાય રહ્યો છે.