/
આત્મનિર્ભર અભિયાન હેઠળ જૈવિક ખાતરને પ્રાધાન્ય આપવા આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયનું મોટું કદમ

આણંદ : કૃષિ વિશ્વ વિદ્યાલય આણંદના માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા સંશોધિત અને વિકસિત સ્વદેશી બાયો એનપીકે પ્રવાહી જૈવિક ખાતર કિંમતમાં સસ્તું, પર્યાવરણની દૃષ્ટીએ સુરક્ષિત અને ૨૫ ટકા એનપીકે રાસાયણિક ખાતરની બચત કરવાની સાથે સાથે ૮-૧૦ ટકા સુધી ઉત્પાદનમાં વૃદ્ધિ અને જમીનના સ્વાસ્થ્યની જાળવણી કરે છે. આ જૈવિક ખાતર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાસાયણિક ખાતર ઘટાડવાના આહવાન અને આર્ત્મનિભર ભારત અભિયાન હેતુ સાથે સુસંગત છે. જૈવિક ખાતર ખેડૂતોને સરળતાથી મળી રહે તે હેતુથી બાયો એનપીકે પ્રવાહી જૈવિક ખાતર ટેક્નોલોજીના લાયસન્સિંગ અંગેના કરાર આણંદ કૃષિ યુનિવર્સિટીનાં સંશોધન નિયામક ડૉ.આર.વી. વ્યાસ અને અમદાવાદ નર્મદા બાયોકેમ લિ.ના ચેરમેન અને નિયામક દિનેશ પટેલ વચ્ચે ગુજરાત રાજ્યનાં ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના કૃષિ મંત્રી આર.સી. ફળદું અને કૃષિ વિભાગના સચિવ મનિષ ભારદ્વાજની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ સંકુલ ખાતે કરવામાં આવ્યો હતો. પરિણામે કારણે કૃષિક્ષેત્રના આર્થિક વિકાસને વેગ મળશે અને અર્થતંત્રને પણ ફાયદો થશે, તેમ આણંદ કૃષિ યુનિવર્સિટીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution