આણંદ : આણંદ જિલ્લામાં હાલ બીજા તબક્કાની વેક્સિનની કામગીરી ચાલી રહી છે. સૌથી શિક્ષિત ગણાતા જિલ્લામાં શિક્ષિત વર્ગમાં વેક્સિનની બ્રમણાઓના કારણે વેક્સિન મુકાવતા હેલ્થવર્કરો અને સરકારી કર્મચારી ખચકાઇ રહ્યાં છે. જેમાં બે દિવસમાં બીજા તબક્કામાં પ્રથમ રસીનો ડોઝ લેનાર ૧૩૦૯૯માંથી માત્ર ૪૩૨ હેલ્થ વર્કરો રસી મુકાવી છે.જેને લઇને આરોગ્ય વિભાગની કામગીરી પ્રત્યે પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે.

આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં વેક્સિન માટે સર્વે દરમિયાન ૪.૭૦ લાખ લોકોની નોંધણી કરી છે. જેમાં ૧૬૬૦૦ હેલ્થ વર્કરો અને ૩૪૫૦૦ જેટલા ફ્રન્ટલાઇન વર્કરો નોંધાયા હતા.તેમાં માંડ ૪૫ ટકા કામગીરી પ્રથમ તબક્કાની વેક્સિન દરમિયાન થઇ હતી. અત્યાર સુધી ૧૩૦૯૯ હેલ્થ વર્કરો પ્રથમ તબક્કામાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. પરંતુ આ હેલ્થવર્કરો બીજાે રસીનો ડોઝ લેવામાં નિરસતા દાખવી રહ્યાં છે. જિલ્લાના ૧૧ કેન્દ્રો પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. તેમ છતાં બે દિવસમાં બીજાે રસીનો ડોઝ માત્ર ૪૩૨ હેલ્થ વર્કરો લીધો છે. જાેકે, કેટલીક જગ્યાએ શિક્ષકો મોટી સંખ્યામાં રસી મુકાવીનો લોકોને રસી મુકાવવા માટે સમજાવી રહ્યા છે કે રસીથી કોઈ નુકસાન નથી.