વડોદરા.તા-૨૦

શહેરમાં કોરોનાના વધતા કેસને પગલે એબીવીપી દ્વારા સેનીટાઇઝીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત આજે એમ એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા હોવાથી આજે આર્ટસ ફેકલ્ટીના તમામ વિભાગમાં સેનીટાઇઝ કરવામાં

આવ્યું હતું.

શહેરમા કોરોનાના કેસ વધી રહ્યા છે.અને આ કોરોનાની બીજી લહેરમાં એમ એસ યુનિવર્સિટી પણ સકંજામાં આવી છે. બહારથી આવતા વિદ્યાર્થીઓ તેમજ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો જણાતાં યુનિ.સત્તાધિશો દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.તેમ છતાં પણ કેટલાક વિભાગમાં કોરોનાના છુટાછવાયા કેસ આવતા હોવાથી કર્મચારીઓમાં ચિંતાની લહેર ફેલાઇ છે.આર્ટસ ફેકલ્ટીમાં છેલ્લા ૧૫ દિવસમાં ૧૦ જેટલા કમર્ચારીઓ કોરોના પોઝીટીવ આવતા આજે એબીવીપી દ્વારા આર્ટસ ફેકલ્ટીના વિવિધ વિભાગમાં સેનીટાઇઝીંગની કામગીરી કરવામાં આવી હતી.એબીવીપીના કાર્યકરો પીપીઇ કીટ પહેરીને કોરોના પોઝીટીવ દર્દીના ઘરે જઇને સેનીટાઇઝીં વિના મૂલ્યે કરે છે.ત્યારે આજે આર્ટસ ફેકલ્ટીમાં પણ આ કામગીરી કરવામાં આવી હતી.