/
જંબુસરની કંપનીમાં કન્ટેઇનરના ડ્રાઇવરનો ફાંસો ખાઇ આપઘાત

ભરૂચ, જંબુસર તાલુકામાં આવેલ પીરામલ ગ્લાસમા એક કન્ટેનર માલ લોડિંગ માટે આવેલ જેના ડ્રાઈવરે અગમ્ય કારણસર ગાડીની કેબિનમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી જંબુસર પિરામલ ગ્લાસ માં જય અંબે ટ્રાન્સમુવર્સ કોન્ટ્રાક્ટમાં ગતરાત્રિના સમયે કરણ કુમાર ક્રિષ્ના પ્રસાદ પટેલ રહે બિન્દાવ પોસ્ટ કરચના જિલ્લો પ્રયાગરાજ અલ્હાબાદ નવો માલ લોડ કરવા કંપનીમાં આવેલ જ્યાં રાત્રિ દરમ્યાન કોઈ અગમ્યકારણોસર કન્ટેનરની કેબીનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરેલ જે બનાવ અંગે અજય કુમાર પાલ દ્વારા કંપની સંચાલકોને જાણ કરેલ જે બાબતે કંપની દ્વારા વેડચ પોલીસ મથકે સદર બનાવની જાણ કરતા વેડચ પીએસઆઇ ડી સી ચૌધરી નાઓ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચી જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી અને મરણ જનારની લાશને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે વેડચ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution