આવી રહી છે સૌથી લાંબી વેબ સિરીઝ પૌરાશપુર,જોવા મળશે શિલ્પા શિંદે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ડિસેમ્બર 2020  |   1089

મુંબઇ 

વેબ સિરીઝની દુનિયામાં સૌથી મોટી સિરીઝ આવી રહી છે. ઓલ્ટ બાલાજી અને ઝીફાઇવએ સાથે મળીને બનાવેલી 'પૌરાશપુર' અત્યારથી જ ખુબ ચર્ચામાં છે. ગેમ્સ ઓફ થ્રોન જેવી આ રિસીઝનો લોગો તાજેતરમાં એક સાથે સોળ ભારતીય ભાષામાં રિલીઝ કરાયો હતો. અનેક ભાષામાં પહેલી ડિસેમ્બરે લોગો લોન્ચ કરીને એક રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ ઐતિહાસિક ડ્રામા વેબ સિરીઝમાં શિલ્પા શિન્દે, મિલીન્દ સોમન, સાહિલ સલાથિયા, શહીર શેખ, અન્નુ કપુર મુખ્ય ભુમિકામાં છે. અનંત જોષી, પોલોમી દાસ, ફલોરા સૈની, આદિત્ય લાલ અને બીજા અનેક કલાકારો પણ સામેલ છે. આ વેબ સિરીઝ પુરૂષો અને મહિલાઓ વચ્ચેની ઉદાસિનતા અને એ રાજનીતિને દર્શાવે છે જે બધાની જરૂર છે. સચિન્દ્ર વત્સએ આ સિરીઝનું નિર્દેશન કર્યુ છે. સચિન મોહિતેએ પોતાના બેનરમાં નિર્માણ કર્યુ છે. ઓલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર આ સિરીઝ સ્ટ્રીમ થશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution