લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, નવેમ્બર 2026 |
1881
વ્યાવસાયિક ટેનિસ-બોલ ક્રિકેટ લીગ ‘સાતાક ૫૦’ની જાહેરાત કરવામાં આવી છે. લીગમાં કુલ ૧૨ ફ્રેન્ચાઇઝી હશે, ૬ પુરુષ અને ૬ મહિલા ટીમો રહેશે. દરેક ઇનિંગ્સ ૫-બોલની ૧૦ ઓવર એટલે કે ૫૦ કાયદેસર બોલની હશે. લીગ કમિશનર તરીકે વીરેન્દ્ર સેહવાગ અને મહિલા લીગ એમ્બેસેડર તરીકે મિતાલી રાજ જાેડાયા છે. પૉલ નિક્સન ઓવરસીઝ કન્સલ્ટન્ટ અને ગ્લોબલ લીગ કોચ છે. વેંકટેશ પ્રસાદ ટીમ એમ્બેસેડર, વેંકટપતિ રાજુ પુરુષ ટીમના મુખ્ય કોચ અને વેદા કૃષ્ણમૂર્તિ મહિલા ટીમના મુખ્ય કોચ નિમાયા છે. ફ્રેન્ચાઇઝીના નામ, સ્થળો અને બજેટનીવિગતો હજુ જાહેર થવાની બાકી છે. વિજય અરોરા સ્થાપિત લીગમાં ઉમા વી., સતીશ માણે, જિતેશ શાહ અને લલિત શાહ સહ-સ્થાપક છે..