/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

હૈદરાબાદનો આગામી મેયર ભાજપનો હશેઃ અમિત શાહ

હૈદરાબાદ-

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગણાની રાજધાની હૈદરાબાદના પ્રવાસે આવ્યા હતા. 1 ડિસેમ્બરના રોજ હૈદરાબાદમાં કોર્પોરેશનની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીના પ્રચારમાં કોઇ કસર છોડી નથી. આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ હૈદરાબાદનો પ્રવાસ કરી ચુક્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાને હૈદરાબાદમાં 1 કલાકનો રોડ-શો કર્યો હતો. જે બાદ તેમને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આજનો રોડ-શો જોઇને મને ભરોસો છે કે આ વખતે સીટ વધારવા માટે નથી લડી રહ્યા. આ વખતની ચૂંટણી બાદ હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીનો મેયર હશે. હૈદરાબાદના લોકોએ આ વાત સ્પષ્ટ કરી છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેંલગણાની રાજધાની હૈદરાબાદના પ્રવાસે છે. 1 ડિસેમ્બરના રોજ હૈદરાબાદમાં (GHMC) Greater Hyderabad Municipal Corporation ચૂંટણી યોજાશે જેના પ્રચાર માટે આજે અમિત શાહ હૈદરાબાદના પ્રવાસે છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે કોઈ કસર છોડી નથી. આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા હૈદરાબાદનો પ્રવાસ કરી ચૂક્યા છે. ગત્ત ચૂંટણીમાં 99 સીટ જીતી રાજ્યની સત્તાધારી તેલંગણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)ના મેયર પદ પર કબ્જો જમાવ્યો હતો. તે સમયે ભાજપ માત્ર 4 અને ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમને 44 સીટો મળી હતી. ભાજપ આ વખતે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution