દિલ્હી-

કામકાજમાં પારદર્શિતા વધારવાના પ્રયાસોના ભાગરૂપે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ રાષ્ટ્રીય હાઇવે પ્રોજેક્ટ્‌સના બાંધકામ, નિર્માણ, કામગીરી અને જાળવણી જેવા તમામ તબક્કા દરમિયાન ડ્રોન દ્વારા માસિક વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

સુપરવિઝન ક્ધસલ્ટન્ટ્‌સના ટીમ લીડરની હાજરીમાં કોન્ટ્રાક્ટ્‌ર્સ અને ક્ધસેશનિયર્સે ડ્રોન દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરી એનએચએઆઇના પોર્ટલ ‘ડેટા લૅક’ પર અપલોડ કરવાનું રહેશે. એનએચએઆઇના પ્રોજેક્ટ ડિરેક્ટર્સે કોન્ટ્રાક્ટ હાથમાં લેવાના દિવસથી સાઇટ પર પ્રોજેક્ટના બાંધકામથી પ્રોજેક્ટ પૂરો થવા સુધીના તમામ મહિનાના ડ્રોન સર્વે કરવા પડશે. કામગીરી અને જાળવણીની જવાબદારી એનએચએઆઇની હોય તેવા નિર્માણ પામેલા દરેક પ્રોજેક્ટ્‌સમાં એનએચએઆઇ પણ માસિક ડ્રોન સર્વે કરશે. આ બધા વીડિયોને ‘ડેટા લૅક’ પર કાયમી રીતે સ્ટોર કરવામાં આવશે, જેનો વિવાદ નિરાકરણ પ્રક્રિયા દરમિયાન પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે. રસ્તાની ગુણવત્તા સુધારવા માટે નેશનલ હાઇવે પર રોડ કન્ડિશન સર્વે કરવા માટે નેટવર્ક સર્વે વાહન (એનએસવી)ની તહેનાતી ફરજિયાત કરવામાં આવી છે, એમ એનએચએઆઇએ જણાવ્યું હતું.