બિહાર-

મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં 11 રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળે જાતિ વસ્તી ગણતરીના મુદ્દે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બેઠકમાં શું થયું તે અત્યારે સ્પષ્ટ નથી. જાતિ વસ્તી ગણતરી એક મહત્વનો મુદ્દો છે અને તેની ચર્ચા કરવામાંઆવશે. મુખ્યપ્રધાન સાથે વડાપ્રધાનને ​​મળવા ગયેલા પ્રતિનિધિમંડળમાં 10 પક્ષોના નેતાઓ શામેલ છે. મુખ્યમંત્રી નીતિશ ઉપરાંત વિપક્ષના નેતા તેજસ્વી યાદવ, જેડીયુના વિજય કુમાર ચૌધરી, ભાજપના જનક રામ, કોંગ્રેસના અજિત શર્મા, સીપીઆઈ એમએલના મહેબૂબ આલમ, એઆઈએમઆઈએમ અખ્તરુલ ઈમાન, હમના જીતન રામ માંઝી, વીઆઈપીના મુકેશ સાહની, ભાકપાના સૂર્યકાંત પાસવાન અને માકપાના અજય કુમાર શામેલ છે. બેઠક પહેલા નીતીશ કુમારે કહ્યું કે, કેટલાક લોકો દિલ્હી પહોંચી ગયા છે અને કેટલાક લોકો આજે પહોંચશે. અમે શરૂઆતથી જ જાતિ આધારિત વસ્તી ગણતરી વિશે બોલતા આવ્યા છીએ. માત્ર બિહારમાં જ નહીં, સમગ્ર દેશમાં લોકો તેના વિશે વિચારે છે. અમે આ અભિગમ અંગે આવતીકાલે અમારી વાત રાખીશું. નીતીશથી 2021માં જાતીય વસ્તીગણતરીને લઇને સોમવારે વડાપ્રધાન મોદી સાથે થનારી મૂલાકાત પર સવાલ કરવામાં આવ્યા હતા. પટણામાં વડાપ્રધાન સાથે મુલાકાત કરતા પહેલા મુખ્યપ્રધાન નીતીશે કહ્યું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી એક મહત્વનો મુદ્દો છે અને અમે તેના વિશે અમારો મુદ્દો વડાપ્રધાન સુધી પહોંચાડવા માંગીએ છીએ. બીજી બાજુ, જીતનરામ માંઝીએ પણ નીતીશની સભાને ખૂબ મહત્વની ગણાવી હતી અને જાતિ ગણતરીને ટેકો આપ્યો હતો.