દિલ્હી-

ભારતમાં કોવિડ-19ની ભયાનક સ્થિતિ આપણા સૌ માટે ચેતાવણી હોવી જોઇએ આની પ્રતિધ્વનિ વાયરસના કારણે થનારા મોત, વાયરસમાં બદલાવ અને સપ્લાઇમાં વિલંબના સંદર્ભમાં ક્ષેત્ર અને વિશ્વમાં ત્યાં સુધી સંભળાશે જ્યાં સુધી દુનિયા આ દેશની મદદ માટે પગલા નહિ લે. સંયુક્ત રાષ્ટ્ર બાળ એજન્સીના પ્રમુખે આ વાત કહી. સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યૂનીસેફે) ભારતને 20 લાખ ફેસશીલ્ડ અને બે લાખ માસ્ક સહિત મહત્વપૂ્રણ જીવનરક્ષક સામાનનો સપ્લાય કર્યો છે. એજન્સીના કાર્યકારી નિદેશક હેનરિટા ફોરે કહ્યુ કે ભારતની ભયાનક સ્થિતિએ આપણા સૌ કોઇ માટે ચેતવણીની ઘંટડી વગાડી છે. આપને જણાવી દઇએ કે કોરોના વાયરસે દેશમાં તાંડવ મચાવ્યો છે. દરેક તરફ દહેશતનો માહોલ છે. દેશમાં બીજી વાર એક દિવસમાં ચાર લાખથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે.આરોગ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોના કેસ આવ્યા અને 3980 સંક્રમિતોનો જીવ ગયો. 3,29,113 લોકો સાજા પણ થઇ ગયા છે. આ પહેલા 30 એપ્રિલે દેશમાં 4,01,993 નવા કેસ આવ્યા હતા. દુનિયાભરના લગભગ 40ટકા કેસ ભારતમાં નોંધાયા છે.