દિલ્હી-

આમ આદમી પાર્ટી સતત દિલ્હી બહાર તેમનું વર્ચસ્વ વધારવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. હવે આમ આદમી પાર્ટીએ ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટી 2022ના વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરાખંડની બધી જ 70 સીટો પર તેમના ઉમેદવારને મેદાનમાં ઉતારશે. પાર્ટીએ તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે.

62 ટકા લોકોએ કહ્યું AAP ચૂંટણી લડે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે ઉત્તરાખંડમાં સર્વે કર્યો હતો. જેમાં 62 ટકા લોકોએ કહ્યું કે, આમ આદમી પાર્ટીને ઉત્તરાખંડમાં ચૂંટણી લડવી જોઈએ. માટે અમે નક્કી કર્યું છે કે, અમે ઉત્તરાખંડમાં ચૂંટણી લડશું. રોજગાર, શિક્ષણ અને સ્વાસ્થય આ ચૂંટણીમાં અમારા મુદ્દા રહેશે. કેજરીવાલે કહ્યું કે, રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસથી લોકોની આશા પૂર્ણ થઈ ચૂકી છે.નોંધનીય છે કે, ફેબ્રુઆરી 2022માં ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. આમ આદમી પાર્ટી પહેલાથી જ તેમની રણનીતિ નક્કી કરી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ માર્ચ મહિનામાં જ આમ આદમી પાર્ટીના દિનેશ મોહનિયાને ઉત્તરાખંડના પ્રભારી બનાવવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે, સંગઠન મજબુત કરવાની જવાબદારી આપી હતી. આમ આદમી પાર્ટી ઉત્તરાખંડની બધી જ 70 વિધાનસભા સીટો પર ચૂંટણી લડશે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે.