૧૦ હજારનો હપ્તો માગનાર શખ્સ અમદાવાદનો કોન્સ્ટેબલ નીકળ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026  |   4554

માતરના ૩૨ વર્ષીય વેપારી પાસે રૂ ૧૦ હજારના હપ્તાની માંગણી કરનાર બે શખ્સો પૈકી એકે અમદાવાદ જિલ્લા પોલીસમાં હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હોવાનું અને કમરે લટકાવેલ રિવોલ્વર સરકારી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. માતરના માલાવાડા ચોકડી નજીક ૩૨ વર્ષીય ઓટો પાર્ટસના વેપારી પાસે આવેલા બે શખ્સોએ દારૂના ધંધો ચાલુ રાખવા ૧૦ હજારના હપ્તાની માંગણી કરી હતી. આ ઉપરાંત હપ્તો માંગનાર શખ્સે કમરે રિવોલ્વર લટકાવી પોલીસમાં કોન્સ્ટેબલની નોકરી કરતા હોવાની ઓળખ આપી હતી. વેપારીએ સ્થાનિક પોલીસને ફોન કરતા પોલીસ બનાવ સ્થળે જઈ બંને શખ્સો અને વેપારીને પોલીસ મથકે લઇ જઈ પોલીસે હપ્તો માંગનાર અને પોલીસની ઓળખ આપનાર જાેરૂ રધુભાઇ અલગોતરની તપાસ કરતા તે અમદાવાદ પોલીસમાં અને હાલ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે તેમજ રિવોલ્વર સરકારી હોવાનુ જાણવા મળ્યું હતુ. લીંબાસી પોલીસ જાેરૂ અલગોતરની વધુ વિગતો અમદાવાદ પોલીસ વિભાગ પાસેથી મંગાવી છે.ક્વિક રિસ્પોન્સ ટીમમાં ફરજ બજાવતો હોવાથી રિવોલ્વર મળી હતી.લિંબાસી પોલીસે વેપારીની ફરિયાદ આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.જેમાં વેપારી પાસે પૈસાની માંગણી કરનાર પોલીસ કર્મી જાેરૂ અલગોતર પાસે રહેલી રિવોલ્વર અંગેની પૂછપરછ કરતા પોલીસ વિભાગના ક્વિક રિસ્પોન્સ ટીમમાં (ક્યુ.આર.ટી) ફરજ બજાવતા હોવાના કારણે તેને સરકારી રિવોલ્વર મળી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution