લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુન 2026 |
1881
નર્મદા સેશન કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને આપવામાં આવેલી સજાનો ઓર્ડર ગુજરાત વિધાનસભા સુધી પહોંચ્યો છે. કોર્ટના આદેશના આધારે હવે તેમના ધારાસભ્ય પદ અંગે ર્નિણય પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. આ સાથે લીગલ ડીપાર્ટમેન્ટ દ્વારા પણ વિધાનસભાને સંબંધિત દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ કોર્ટના ઓર્ડર અને લીગલ ડીપાર્ટમેન્ટની દરખાસ્તના આધારે વિધાનસભા દ્વારા કાયદાકીય જાેગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર મામલાનું કાયદાકીય રીતે નિરીક્ષણ કર્યા બાદ યોગ્ય ર્નિણય લેવામાં આવી શકે છે.જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ કોઈ પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિને બે વર્ષ કે તેથી વધુ સમયની સજા ફટકારવામાં આવે તો તેની સભ્યતા રદ થવાની જાેગવાઈ છે. ચૈતર વસાવાના કેસમાં પણ આ જાેગવાઈ લાગુ પડી શકે છે જેના કારણે તેમના ધારાસભ્ય પદ અંગેનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.વિધાનસભા સમક્ષ કોર્ટનો ઓર્ડર અને લીગલ ડીપાર્ટમેન્ટની દરખાસ્ત રજૂ થયા બાદ હવે સંબંધિત કાયદાકીય પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ચૈતર વસાવાના ધારાસભ્ય પદ અંગે અંતિમ ર્નિણય લેવામાં આવશે.હાલ સમગ્ર મામલે રાજકીય અને કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. વિધાનસભા દ્વારા લેવામાં આવનારા ર્નિણય પર સૌની નજર મંડાઈ છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.