લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026 |
2673
બ્રિક્સ સંમેલનના મંચ પર કેટલાય પાવરફુલ વર્લ્ડ લીડર હાજર છે. આજે ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ પણ સંમેલનમાં પહોંચી ચુક્યા છે. ત્યાર બાદ જે તસવીર સામે આવી છે, જેની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનના પહેલા દિવસે એ પાવર ફ્રેમ શેર કરી છે, જેમાંRIC એટલે કે, રશિયા, ભારત અને ચીનની તાકાત દેખાઈ રહી છે. આ તસવીરમાં ત્રણેય લીડર્સ એકબીજાના હાથ પકડેલા જાેવા મળે છે. આ એ જ તસવીર છે, જેને જાેઈને દુનિયાના કેટલાય દેશોમાં આગ લાગવાની છે. પીએમ મોદી, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને શી ઝિનપિંગે હાથ પકડી એક પાવરફુલ જિયોપોલિટિકલ મેસેજ આપી દીધો છે. કૂટનીતિની દુનિયામાં કેટલીય વાર મોટા મોટા ભાષણો અને સત્તાવાર નિવેદનોથી વધારે અસરકારક એ તસવીરો હોય છે.
અમે કોઈના વિરોધમાં નથી : પીએમ મોદીનો અમેરિકાને સ્પષ્ટ સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તાવાર રીતે બ્રિક્સ શિખર સંમેલન ૨૦૨૬ શરૂ થવાની જાહેરાત કરતાં કહ્યું - તમારું સ્વાગત અને અભિનંદન કરતા અત્યંત ખુશી થઈ રહી છે. યોગદાન અને સમર્થન માટે તમારા બધાનો આભાર. અમે કોઈની વિરુદ્ધ નથી. અમે બધાને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરીએ છીએ. ભારતમાં તમારા બધાનું સ્વાગત અને અભિનંદન કરતા મને ખુશી થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યંુ કે, ભારતની બ્રિક્સ અધ્યક્ષતાને સફળ બનાવવામાં તમારા બધાના સક્રિય યોગદાન અને સહયોગ માટે હું તમારો દિલથી આભાર માનું છે. છેલ્લા ૨૦ વર્ષમાં બ્રિક્સે વિશ્વ મંચ પર ઓળખ બનાવી છે. આ વર્ષનું બ્રિક્સ એક ઐતિહાસિક પડાવ છે. આપણે બ્રિક્સની ૨૦મી વર્ષગાંઠ પણ મનાવી રહ્યાં છીએ. વ્યક્તિના જીવનમાં ૨૦ વર્ષની પરિપક્વતા અને જવાબદારીના એક નવા દોરની શરૂઆત છે. છેલ્લા બે દાયકામાં બ્રિક્સે વૈશ્વિક મંચ પર પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અમે એકબીજાના દ્રષ્ટિકોણનું સન્માન કરીએ છીએ અને સામાન્ય સહમતિથ આગળ વધીએ છીએ. આપણે કોઈનો વિરોધ કરવા નહીં, પરંતુ બધાને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ.આપણે બ્રિક્સની અંદર પોતાની એકતા અને સામાન્ય સહમતિને વૈશ્વિક મંચ પર મજબૂત પરિણામમાં બદલીએ. પીએમ મોદીએ બ્રિક્સના મંચથી યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારની માગ કરી છે. તેમણે કહ્યુ કે આપણે ગ્લોબલ રિફોર્મ માટે પ્રોપઝલ તૈયાર કરવું જાેઈએ.