પૂજારીએ મીઠાઈની લાલચ આપીને મંદિર પરિસરમાં 10 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, નવેમ્બર 2020  |   3960

બેગ્લોર-

કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસએ આપેલી જાણકારી મુજબ અહીં એક મંદિરના 61 વર્ષીય પૂજારીએ કથિત રીતે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. નોંધનીય છે કે પૂજારીએ કથિત રીતે આ દુષ્કર્મની ઘટનાને પોતાની દીકરીના ઘરે અંજામ આપ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ચિક્કાબલ્લાપુરા નિવાસી વેંકટરામનપ્પા પોતાના જમાઈની ગેરહાજરીમાં મંદિરની દેખભાળ કરતા હતા. આ ઘટના મંગળવાર સાંજે બની જ્યારે વેંકટરામનપ્પાએ જાેયું કે બાળકી મંદિર પરિસરની બહાર રમી રહી હતી.

પૂજારીએ કથિત રીતે બાળકીને મીઠાઈની લાલચ આપીને પોતાની પાસે બોલાવી હતી. ઉત્તર પૂર્વના ડીસીપી સીકે બાબાએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે સામે આવી જ્યારે બાળકી પૂજારીના ઘરની અંદર ગઈ. આ દરમિયાન બાળકીની દાદી તેની શોધખોળ કરવા માટે આવી. જ્યારે દાદીએ પોતાની પૌત્રીને બોલાવી તો મંદિરની બહાર ફુલ વેચનારી એક મહિલાએ તેને જણાવ્યું કે, બાળકી પૂજારીની સાથે હતી.  

બાળકીના ઘરની બહાર દોડીને આવી. ગુસ્સે ભરાયેલી દાદીએ તાત્કાલિક ફરિયાદ નોંધાવી અને અમે તેની ધરપકડ કરી લીધી. ડીસીપીએ કહ્યું કે, મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ અને ફુલવાળાના નિવેદનના આધાર પર વેંકટરામનપ્પાને પોક્સોની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી શકે છે. તેઓએ કહ્યું કે પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જાેઈ રહી છે અને તેના આધાર પર આ મામલામાં કેટલીક વધુ કલમો ઉમેરવામાં આવી શકે છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution