પોલીસની કામગીરીનું નિરીક્ષણ કરવા ડભોઇમાં રેન્જ આઈજીએ બેઠક યોજી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2020  |   3168

ડભોઇ

ડભોઇ પંથક માં કોરોના ના કેશો વધી રહ્યા છે ત્યારે ડભોઇ પોલીસ ની સક્રિય કામગીરી નું નિરિક્ષણ કરવા રેન્જ આઈ.જી.દ્વારા ડભોઇ ની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. જ્યારે આ પ્રસંગે ડભોઇ ના ઉચ્ચ અધીકારીઓ સાથે સરકીટ હાઉસ ખાતે મિટિંગ યોજી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. ડભોઇ પંથક માં વધી રહેલા કોરોના સામેની પોલીસ કામગીરી ની સમીક્ષા કરવા આજ રોજ ડભોઇ ખાતે આવેલા રેન્જ આઈ.જી.હરિકૃષ્ણા પટેલ દ્વારા સરકીટ હાઉસ ખાતે અધીકારીઓ ની મુલાકાત લીધી હતી. કોરોના ના કેશો ડભોઇ પંથક માં ખૂબ વધી રહ્યા છે. ત્યારે ડભોઇ પંથક માં તકેદારી ના ભાગ રૂપ પોલીસ દ્વારા કયા કડક પગલાં લેવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે વહીવટી તંત્ર સાથે પણ બેઠક કરી હતી જેમાં નાયબ કલેક્ટર હિમાન્સુ પરીખ ખાસ ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે વડોદરા જીલ્લા પોલીસ વડા ડો.સુધીર દેશાઈ પણ સરકીટ હાઉસ ઉપસ્થીત રહ્યા હતા. ડભોઇ ડી.વાય.એસ.પી. કે.વી.સોલંકી, પી.આઈ.જે.એમ.વાઘેલા, સાથે બેઠક કરી જરૂરી સૂચનો કર્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution