લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, ઓક્ટોબર 2026 |
1584
બોરસદ તાલુકાના મોટી શેરડી ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા કોઇપણ જાતના ઠરાવ પસાર કર્યા વગર સરકારી જમીન પર ગેરકાયદે માટી ખનન કરતા આણંદ જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચ ને સસ્પેન્ડ કરતાં ગ્રામ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે માટી ખનન કરતા તત્વો પછી સરપંચ પણ કેમ ના હોય આણંદ જીલ્લા વિકાસ અધિકારીએ લાલઆંખ કરતાં ફફડાટ વ્યાપી જવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર બોરસદ તાલુકાના મોટી શેરડી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ઇન્દિરા કોલોની સામે આવેલ બળિયાદેવ મહારાજ વાળી સરકારી જમીન પર ગ્રામ પંચાયતના ઠરાવ પસાર કર્યા વગર ગેરકાયદે માટી ખનન કરી બારોબાર વેચી દેવામાં આવતા આ મામલે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.જે અંતર્ગત સરપંચ શકુંતલાબેન જગદીશભાઇ મકવાણાને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૭(૧) હેઠળ સસ્પેન્ડ કરવામાં આવતાં ગ્રામ વિસ્તારમાં સોપો પડી જવા પામ્યો હતો.સરકારી જમીન પર ગેરકાયદે માટી ખનન કરતા તત્વો હોય કે સરપંચ પણ કેમ ના હોય જીલ્લા વિકાસ અધિકારી દ્વારા લાલઆંખ કરતાં ગેરકાયદે ખનન કરતા માટી માફિયાઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યા નું જાણવા મળેલ છે.