/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આજે ખૂબ જ સામાન્ય વધારા સાથે બંધ થયું શેર માર્કેટ, સેન્સેક્સ માત્ર 4.89 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદ-

સપ્તાહના ચોથા દિવસે આજે શેર બજારની નબળી શરૂઆત થઈ હતી. ત્યારે આજે દિવસભરની ઉથલપાથલ પછી શેર બજાર સપાટ બંધ થયું છે. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 4.89 પોઈન્ટ (0.01 ટકા)ના વધારા સાથે 55,949.10ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 2.25 પોઈન્ટ (0.01 ટકા)ના સામાન્ય વધારા સાથે 16,636.90ના સ્તર પર બંધ થયો છે. તો બેન્ક નિફ્ટી 31 પોઈન્ટ વધીને 35,618ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજના વેપારમાં મિડ અને સ્મોલકેપ શેર્સમાં પણ ઉછાળો આવ્યો છે. તો બીએસઈ (BSE)નો મિડ કેપ ઈન્ડેક્સ 0.30 ટકા અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 0.31 ટકાના વધારા સાથે બંધ થયો છે. શેર બજારમાં આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની વાત કરીએ તો, બ્રિટેનિયા 2.40 ટકા, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડક્શન 2.15 ટકા, એચડીએફસી લાઈફ 1.78 ટકા, બીપીસીએલ 1.48 ટકા, રિલાયન્સ 1.24 ટકા ઉંચકાયા છે. તો સૌથી વધુ ગગડેલા શેર્સની  વાત કરીએ તો, ભારતી એરટેલ -4.42 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ -1.94 ટકા, મારૂતિ સુઝૂકી  -1.66 ટકા, હિન્દલકો -1.57 ટકા, એસબીઆઈ -1.49 ટકા ગગડ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution