મુંબઈ

ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આજે ૩૦ મી એપ્રિલ, ૩૦૨૧ ના રોજ માર્ચ ૩૦૨૧ માં પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. જે મુજબ આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો ૧૩,૨૨૭ કરોડ રૂપિયા થઈ ગયો છે. તેમાં વાર્ષિક ધોરણે ૧૦૮.૪ ટકાનો અને ત્રિમાસિક ધોરણે ૧ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો ૬૩૪૮ કરોડ હતો. ગયા વર્ષે કોરોના દ્વારા લાગુ કરાયેલા લોકડાઉનને કારણે કંપનીની આવક પર જબરદસ્ત અસર જોવા મળી હતી. 

નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં કંપનીએ એકીકૃત આવક રૂ. ૧,૫૪,૮૯૬ કરોડની કરી હતી. વાર્ષિક ધોરણે કંપનીની આવકમાં ૧૧ ટકાનો વધારો થયો છે. ત્રિમાસિક ધોરણે તેમાં ૨૪.૯ ટકાનો વધારો થયો છે. કંપનીના પરિણામો જાહેર કરતાં રિલાયન્સના અધ્યક્ષ મુકેશ ધીરૂભાઇ અંબાણીએ જણાવ્યું હતું કે કંપનીના ઓઇલ ટુ કેમિકલ અને રિટેલ બિઝનેસમાં ચોથા ક્વાર્ટરમાં મજબૂત રિકવરી જોવા મળી છે. આ સમયગાળામાં કંપનીનો ડિજિટલ વ્યવસાય પણ વધ્યો છે.

કંપનીના ઓઇલ ટુ કેમિકલ બિઝનેસમાં ક્વાર્ટરના ધોરણે ચોથા ક્વાર્ટરમાં કમાણીમાં ૨.૬ ટકાનો વધારો થયો છે અને તે ૧૦,૧૦૮ કરોડ રૂપિયા રહ્યો છે. એ જ રીતે, આ સેગમેન્ટનો ઇબિટડાએ ત્રિમાસિક ધોરણે ૧૬.૯ ટકા વધીને રૂપિયા ૧૧૪૦૭ કરોડ થયો છે. પરંતુ આ સેગમેન્ટના ઇબિટડાએ માર્જિનમાં ૩૦ બેસિસ પોઇન્ટની નબળાઇ જોવા મળી છે અને તે ૧૧.૩ ટકાની સપાટીએ રહ્યો છે.

કંપનીએ બીએસઈ ફાઇલિંગમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧ માં કંપનીનો નફો ૩૪.૮ ટકા વધીને રૂ. ૫૩.૭૯ કરોડ થયો છે. એ જ રીતે નાણાકીય વર્ષ ૨૦૨૧ માં કંપનીની આવક ૪,૮૬,૩૨૬ કરોડ રૂપિયા થઈ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૦ માં ૬,૧૨,૪૩૭ કરોડ રૂપિયા હતી. ફેબ્રુઆરીમાં મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રિલાયન્સ ઓ ટુ સી લિમિટેડ નામની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીમાં ઓઇલ-ટુ-કેમિકલ (ઓ ટુ સી) બિઝનેસને ફરીથી ગોઠવવાની ઘોષણા કરી હતી.

રિલાયન્સ રિટેલ

નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલની આવક વધીને ૪૬,૦૯૯ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલની આવક ૩૬,૮૮૭ કરોડ રૂપિયા રહી હતી.

રિલાયન્સ જીયો

રિલાયન્સ જિઓએ નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં ૩,૫૦૮ કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. વાર્ષિક ધોરણે રિલાયન્સ જિઓ ચોથા ક્વાર્ટરમાં ૪૭.૫ ટકાના નફામાં વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં કંપનીને ૨,૩૭૯ કરોડ રૂપિયાનો નફો થયો હતો. યુઝર્સ (એઆરપીયુ) માં જિઓની સરેરાશ આવક રૂ.૧૩૮.૨ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની એઆરપીયુ ૧૫૧ રૂપિયા રહી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ શેર દીઠ ૭ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ વર્ષે કંપનીના શેરમાં અત્યાર સુધીમાં ૨ ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં શેરમાં ૩૯.૪% ની તેજી જોવા મળી છે.