મુંબઈ-

શેરબજારમાં સતત બે દિવસના ઘટાડા બાદ મંગળવારે ખરીદી છે. સેન્સેક્સ 129 અંક સાથે 50,524.48 પર કારોબાર કરી રહ્યો છે, જે ગઈકાલે 50,395 ની સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ડેક્સમાં એશિયન પેઇન્ટ્સ અને ટાઇટન શેરો સૌથી વધુ 2-2% વધ્યા છે. નિફ્ટી ઈન્ડેક્સ પણ 36 અંકના વધારા સાથે 14,965.65 પર કારોબાર કરી રહ્યો છે.


ઓટો અને આઇટી ક્ષેત્રના શેરોમાં બજારમાં ખરીદી છે, જ્યારે બેંકિંગ અને મેટલ શેરોમાં ઘટાડો છે. બીએસઈના 2,321 શેરમાં વેચવાલી છે. 1,354 ઉપર અને 857 શેરો ડાઉન છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટકેપ 207.36 લાખ કરોડ રૂપિયા છે, જે ગઈકાલે રૂ. 206.88 લાખ કરોડ હતી.