લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, નવેમ્બર 2026 |
4158
ફ્રાન્સમાં ચાલી રહેલા તીવ્ર વિરોધ પ્રદર્શનો અને દેશવ્યાપી હડતાળના કારણે ગુરુવારે પેરિસનું મુખ્ય આકર્ષણ એવું એફિલ ટાવર જાહેર જનતા માટે અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે. સ્મારકની સત્તાવાર વેબસાઇટ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, વધતી અશાંતિ અને હડતાળના કારણે શાળાઓ, ટ્રેન સેવાઓ તેમજ પરિવહનની અન્ય વ્યવસ્થાઓ પણ ખરાબ રીતે ખોરવાઈ ગઈ છે, જેનાથી સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ છે.
ઘટનાની વિગતો આપતા સત્તાવાર અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ફ્રાન્સમાં વધી રહેલા જીવનનિર્વાહના ખર્ચ અને આર્થિક મુશ્કેલીઓનો વિરોધ કરવા માટે ગુરુવારે લાખો કામદારો અને નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મુખ્ય મજૂર સંઘ દ્વારા બપોર સુધીમાં દેશના ૭૩ શહેરોમાં ૨૫૦,૦૦૦ થી વધુ પ્રદર્શનકારીઓએ રેલીઓમાં ભાગ લીધો હતો, જેના કારણે વહીવટી તંત્ર ચિંતામાં મુકાઈ ગયું છે.
આ અશાંતિ માત્ર પેરિસ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ લિયોન શહેરમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે સંઘર્ષ જાેવા મળ્યો હતો, જ્યાં સ્થિતિ કાબૂમાં લેવા માટે રમખાણ પોલીસે ટીયર ગેસના ગોળા છોડવા પડ્યા હતા.