નક્સલી હિંસાનો ભોગ આદિવાસી બન્યાં, મતદાનથી વંચિત રખાયાં 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, નવેમ્બર 2026  |   2574

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં આયોજિત જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, દેશ નક્સલવાદ અને માઓવાદી આતંકથી મુક્ત બન્યો છે. આ બંને સિદ્ધઓ આદિવાસી સમુદાય સાથે જાેડાયેલી છે, જેઓ લાંબા સમયથી વિકાસની ઉપેક્ષા અને હિંસાનો ભાગ બન્યાં હતા. નક્સલવાદના મુદ્દે વડાપ્રધાને કહ્યું હતું કે ગઢચિરોલી સહિતના આદિવાસી વિસ્તારોમાં નક્સલી હિંસાને કારણે સૌથી વધુ નુકસાન આદિવાસી પરિવારોને થયું છે. તેમના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૪માં દેશના આશરે ૧૨૫ જિલ્લા માઓવાદ અને નક્સલવાદથી પ્રભાવિત હતા. આ વિસ્તારોમાં હિંસાની અનેક ઘટનાઓ બનતી હતી અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમણે અગાઉની સરકારો પર આ વિસ્તારોની સમસ્યાઓ પ્રત્યે પૂરતું ધ્યાન ન આપવાનો આક્ષેપ પણ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે નક્સલી હિંસાને કારણે આદિવાસી સમાજના લોકોના અધિકારો અને સ્વતંત્રતા પર પણ અસર પડી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે એક સમય એવો હતો જ્યારે દેશમાં અનેક દિવસો અને ઉત્સવો વિદેશી દૃષ્ટિકોણથી નક્કી થતા હતા. જાેકે, આજે ભારત પોતાના વારસા, ઇતિહાસ અને રાષ્ટ્રીય નાયકોને સ્વદેશી સ્વાભિમાન સાથે યાદ કરી રહ્યું છે. વડાપ્રધાને આ પરિવર્તનને દેશની રાષ્ટ્રીય ચેતનામાં આવેલા મોટા બદલાવનું પ્રતીક ગણાવ્યું હતું.

વડાપ્રધાને જણાવ્યું હતું કે ૧૫ નવેમ્બર ૨૦૨૧થી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આજે આ દિવસ રાષ્ટ્રીય ઉત્સવનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. તેમણે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે તેમને ભાવપૂર્વક નમન કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જનજાતીય ગૌરવ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ આદિવાસી સમાજના ગૌરવ, સંઘર્ષ અને બલિદાનને યાદ કરવાનો અવસર છે. ભગવાન બિરસા મુંડાનું ઉલગુલાન અને તેમણે નાની ઉંમરે કરેલો સંઘર્ષ આજે પણ દેશના કરોડો લોકોને પ્રેરણા આપે છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાને દેશની બે મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વ બેંકના અહેવાલ મુજબ ૧૨ વર્ષમાં ભારતના આશરે ૫૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ સિદ્ધિનો શ્રેય દેશના સામૂહિક પ્રયાસો અને નાગરિકોની મહેનતને આપ્યો હતો. બીજી સિદ્ધિ તરીકે તેમણે નક્સલવાદ અને માઓવાદી હિંસામાં ઘટાડા તથા તેનાથી પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિમાં આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. તેમના મતે, આદિવાસી વિસ્તારોમાં શાંતિ અને વિકાસની નવી તકો ઊભી થઈ રહી છે. જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે દેશનાં વિવિધ રાજ્યોમાં આદિવાસી સમાજના વિકાસ સાથે જાેડાયેલા ૧૭૦થી વધુ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે આ યોજનાઓથી આદિવાસી વિસ્તારોમાં વિકાસને વેગ મળશે અને સ્થાનિક લોકોને રોજગાર, શિક્ષણ તથા અન્ય સુવિધાઓની નવી તકો મળશે. વડાપ્રધાને કહ્યું હતું કે દેશના એવા વિસ્તારોના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જે લાંબા સમયથી વિકાસની દોડમાં પાછળ રહી ગયા હતા. આ માટે ૧૦૦થી વધુ આકાંક્ષી જિલ્લાઓ અને ૫૦૦થી વધુ આકાંક્ષી બ્લોકમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે. પીએમ 

કૃષિ ધન-ધાન્ય યોજના હેઠળ ખેતીની દૃષ્ટિએ પછાત ૧૦૦ જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ યોજનાનો હેતુ ખેડૂતો, ગરીબ પરિવારો અને આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારા સાથે જાેડવાનો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution